24 તારીખે રાજકોટમાં કાયક્રમ, રૂ. 100 રજિસ્ટ્રેશન ફી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
નિપુણા ગ્રુપ અને મીરા લેડીઝ ક્લબના સંયુકત ઉપક્રમે અગાઉ જાહેર કર્યા પ્રમાણે, નવદુર્ગા હોલ રાજકોટ ખાતે તા.24.02.25 ને સોમવારના રોજ બપોરે 2 થી 7 દરમ્યાન એક નવતર કાર્યક્રમનું આયોજન કરેલ છે. દરેક લોકોએ સમયસર હાજર રહેવું જરૂરી છે. આમાં કુલ 3 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હાજર રહેવા માટે 100/- રૂપિયા રજિસ્ટ્રેશન ફી રાખવામાં આવી છે. જેની સામે આપને 200/- રૂપિયાની કિંમતની ગુડીબેગ(શ્યોર ગિફ્ટ) ભેટ આપવામાં આવશે.
- Advertisement -
1. ફેશન શો: જે 3 ગ્રુપમાં રહેશે. અ ગ્રુપ: 18 થી 35 વર્ષની વયના બહેનો. ઇ ગ્રુપ: 35 થી 55 વર્ષની વયના બહેનો. ઈ ગ્રુપ: 55 થી વધુ વર્ષની વયના બહેનો. જેમાં ડ્રેસ કોડ તરીકે ફક્ત બાંધણી કે અજરખની સાડી અથવા બાંધણી કે અજરખના ચણિયાચોળી પહેરવાના રહેશે. જેના માટે ફી 50/- રૂપિયા અલગથી આપવાના રહેશે. આ કાર્યક્રમમાં દરેક ગ્રુપમાં 5 વિજેતા રહેશે.
2. વાનગી હરીફાઇ: જેનો વિષય ફાયરલેસ કુકિંગ રાખવામાં આવ્યો છે. જેમાં બહેનો ઘરેથી વાનગી તૈયાર કરીને લાવશે અને ત્યાં હોલ પર 10 મિનિટમાં પ્રેઝન્ટેશન આપશે. એક બહેન એક જ એન્ટ્રી આપી શકશે, અને પ્લેટર નથી જ બનાવવાનું. વાનગી બનાવવામાં બ્રેડ, પૌવા, મમરા અને બિસ્કિટની છૂટ આપવામાં આવે છે, સાથે કોઈ પણ ડેરી પ્રોડક્ટ પણ વાપરી શકશો. જેમકે દૂધ, દહીં, છાશ, માખણ, ક્રીમ, મલાઈ, મિલ્ક પાવડર કે ક્ધડેન્સ્ડ મિલ્ક. કોઈ પણ ગરમ કર્યા વગર બનાવેલ ચટણી જેમ કે ગોળ આમલીની ચટણી, લિલી ચટણી કે લસણની લાલ કે લીલી ચટણી વાપરી શકશો. આ સિવાય કઈ પણ વાપરી શકાશે નહિ, જે વાપરી શકશો એનું લિસ્ટ આપી દીધું છે એ સીવાય અન્ય કઈ પણ નહીં ચાલે. કોઈપણ જાતના સ્ટવ, ચુલો, ગેસ, ઇલેક્ટ્રિક સગડી, એર ફ્રાયર, ઓવન, જ્ઞલિં કે ઈંડક્શન વગર કોઈ પણ રીતે ગરમ કર્યા વગર જ વાનગી બનાવવાની રહેશે. જેના માટેની ફી 50/- રૂપિયા અલગથી રહેશે, અને આ સ્પર્ધાના 5 વિજેતા રહેશે.
3. હાઉઝી: કોઈપણ બહેનો આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. હાઉઝીની ફી 50/- રૂપિયા અલગથી રહેશે, જે હોલ પરથી જ ટીકીટ લઈને સામે ફી ચુકવવાની રહેશે. આ ગેમ્સમાં ડબલ ટીકીટ રમાડીશું અને તેમાં 20 ઇનામ રહેશે.
આ કાર્યક્રમમાં કોઈ એક હરીફાઈમાં, બે હરીફાઈમાં કે બધામાં ભાગ લઈ શકાશે, અથવા ફક્ત જોવા પણ આવી શકાય, પરંતુ હોલમાં આવનાર દરેકે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. આ કાર્યક્રમમાં સૌને નાસ્તો પણ આપવામાં આવશે. તો તૈયાર થઈ જાવ મોજ મસ્તી અને ઇનામોથી ભરેલી એક સરસ સાંજ માણવા માટે. ઇચ્છુક વ્યક્તિ અમારા નમ્બર પર આપ આપની ફી, ગૂગલ પે થી જમા કરીને નામ નોંધાવી શકો છો. સંપર્ક : નિધિદા કવિ- 9825331102, બિંદુબેન ચંદ્રાણી- 9427595260