ખાસ-ખબર સંવાદદાતા
તાલાલા ગીર તાલુકાના અનિડા ગીરના તમામ સમાજના નવયુવાનો દ્વારા જન્માષ્ટમી તહેવારમાં જરૂરિયાતમંદ પરિવારોના બાળકો ફરસાણ-મીઠાઈથી વંચિત ના રહે તે ભાવાર્થે 15 જેટલા પરિવારોને શુદ્ધ અને સાત્વિક ફરસાણ-મીઠાઈ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સદ્કાર્યમાં યુવાનોને પ્રોત્સાહિત કરવા તાલાલા પોલીસ સ્ટેશનના ઙજઈં એ.સી.સિંધવ સાહેબ,ભુલેશ્વરધામના કમલેશ્વરી બાપુ,ગામના સરપંચ,પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ તેમજ વડીલ આગેવાનો ઉપસ્થિત રહી કીટ વિતરણ કર્યું હતું.