‘વેપ’નાં નશામાં શહેરનું યુવાધન ચકચૂર
ક્રાઈમ બ્રાન્ચે 10 ઈ-સિગારેટ ઝડપી દુકાન પર બેસનાર યુવકની ધરપકડ કરી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
આજકાલ યુવાવર્ગ અને કોલેજિયનોમાં ઈ-સિગારેટનું ચલણ વધી ગયું છે. ઈ-સિગારેટનો ઉપયોગ ચિંતાજનક રીતે વધી જતાં કેન્દ્ર સરકાર દ્વારા તેના વેચાણ આયાત અને ઉત્પાદન પર બંધી લાદવામાં આવી છે. આમ છતાં અમુક નાગરિકો ચોરીછૂપીથી તે મગાવીને વેચે છે. કાલાવાડ રોડ પર આવેલી પરિમલ સ્કૂલની સામે આવેલા આશાપુરા પાનમાં રેડ કરી ઈ સિગારેટનો જથ્થો ક્રાઈમ બ્રાન્ચની ટીમે જથ્થો ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ ભારતમાં ઈ સિગારેટ પર પ્રતિબંધ છે. ફેફસાના કેન્સર થવાનું જોખમ વધી જાય છે. ત્યારે ગેરકાયદે પ્રવૃતિ અટકાવવા માટે શહેર ક્રાઈમ બ્રાન્ચની સતત સતર્ક રહે છે. પોલીસ ઈન્સ્પેક્ટર બી.ટી.ગોહીલના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમીના આધારે કાલાવાડ રોડ પર આવેલી પરિમલ સ્કૂલની સામેના ભાગમાં આવેલી આશાપુરા પાન નામની દુકાનમાં રેડ પાડી 10 નંગ ઈ સિગારેટ જેની કિંમત 39400નો મુદ્દામાલ ઝડપી રવિ મનસુખાણીની ધરપકડ કરી લેવામાં આવી છે.
27 ટકા કિશોરો માને છે કે, ઈ-સિગારેટ માત્ર એક ફ્લેવર છે
એક સરવે મુજબ 27 ટકા કિશોરો ઈ-સિગારેટ પીવે છે. તેમનું માનવું છે કે, આ સ્મોકિંગ નથી માત્ર ફ્લેવર છે અને સ્વાસ્થ્ય માટે ખતરનાક નથી. આ અંગે રિસર્ચ થયા મુજબ સામે આવ્યું છે કે, આ એક ગેરસમજ છે, વેપિંગ પણ સિગારેટ પીવા જેટલું જોખમી છે. ઈ-સિગારેટમાં ખાસ કરીને એક લિક્વિડ હોય છે, જેમાં હંમેશાં નિકોટિનની સાથે બીજું ફ્લેવર હોય છે. આપણે તેના વ્યસની થઈ જઈએ છીએ અને ફેફસાં પણ ડેમેજ થાય છે.