રાજ્યમાં યુવાધનને બરબાદ કરવા તરફ ચાલી રહેલા સૌથી મોટા ડ્રગ્સ રેકેટને લઇને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું કે, ‘ડ્રગ્સનું દૂષણ વેસ્ટર્ન દેશોમાં વધ્યું છે અને યુવાધનને આ દલદલમાં ફસાવવામાં આવી રહ્યું છે. ડ્રગ્સના દૂષણને ભારતમાં કેવી રીતે કંટ્રોલ કરવું તે અંગેની કડક નીતિ પણ બનાવાઇ છે. ગુજરાતનું ગૃહ વિભાગ અને પોલીસ છેલ્લાં કેટલાંય સમયથી ગુજરાતના ખૂણાને ડ્રગ્સના દૂષણને દૂર રાખવા માટે સતત કામ કરી રહ્યું છે.’



