કુલ 900 અરજી આવી હતી જેમાંથી 178 પ્લોટની ફાળવણી, આગામી ડ્રો 9,10,11 ઓગસ્ટે
રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાન ખાતે લોકમેળા સમિતિ દ્વારા તા. 05થી તા. 09 સપ્ટેમ્બર દરમિયાન રસરંગ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે આજે રમકડાના 178 પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી.
- Advertisement -
જ્યારે વધુ ડ્રો 9થી 11 ઓગસ્ટે થશે. જ્યારે લોકમેળા સમિતિએ 4 ટેન્ડર બહાર પાડ્યા છે. જેમાં સિક્યોરીટી, જાહેરાત, વીડિયોગ્રાફી અને મેઈન સ્ટેજ માટે હશે.