ધોરાજી માં છેલ્લા 4 દિવસ થી પડી રહેલા અવિરત વરસાદ ને કારણે અનેક જગ્યાએ ખાડા તેમજ રોડ ની બિસ્માર હાલતથી લોકો ને અનેક સમસ્યા નો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આજ રોજ ધોરાજી ના જમનાવડ રોડ અપૂર્વ સ્કૂલ પાસે રહેતી મહિલા દ્વારા રોડ ની બિસ્માર હાલત ને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં આ વિસ્તાર ની મહિલા એક્ઠી થઇ અને નગરપાલિકા સામે પોતાનો રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે આ સમસ્યા વર્તમાન નથી પરંતુ છેલ્લા ૬ કે ૭ વર્ષ થી આ સમસ્યા તેઓ ભોગવી રહ્યા છે. ઉપરાંત તેઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે જ્યારે ચુંટણી નો સમય હોય ત્યારે નેતાઓ મત ના રાજકારણ માટે અનેક લોલીપોપ આપે છે પરંતુ મત મેળવ્યા બાદ તેઓ આ વિસ્તાર માં ફરકતા પણ નથી ત્યારે આ સમસ્યા નો હલ તાત્કાલિક થાય તેવી તેઓ ની માંગણી છે.
ઉપરાંત આ ખાડા માં વરસાદ ના પાણી ભરાઈ જતાં હોવાથી ક્યાંક ને ક્યાંક ડેન્ગ્યુ ના મચ્છરનો પણ ઉપદ્રવ થાય છે જેને કારણે તે વિસ્તાર ના અનેક લોકો ડેન્ગ્યુ નો ભોગ બન્યા હતા.. ત્યારે આ ખાડા નો નિકાલ તાત્કાલિક ધોરણે કરવા માટે તેઓ ની માંગણી છે.
આ ઉપરાંત છેલ્લા ૪ વર્ષ થી રસ્તા નું ખોદકામ થયેલ છે પરંતુ અત્યાર સુધી તે ખાડા બુરવામાં આવેલા નથી ઉપરાંત તેમના બનાવેલા પાક ઓટા પણ નગરપાલિકા દ્વારા તોડવામાં આવેલ છે ઉપરાંત નગર પાલિકા દ્વારા કચરો ભરવામાં આવતો નથી ત્યારે આ બાબતે આ વિસ્તાર ના રહેવાસી ઓ દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી પરંતુ નેતાઓ આંખ આડા કાન કરી રહ્યા હોય તેવું તેઓ મની રહ્યા છે..

(અલ્પેશ ત્રિવેદી – ધોરાજી)