ધોરાજી તાલુકા માં છેલ્લ એક વર્ષ એટલે કે 2020 સાલ માં ખેડૂતો ને ઝેર જેવી હોય તેવું લાગી રહ્યું છે આ વર્ષ માં અતિવૃષ્ટિ ભુકંપ અને કોરોના જેવી કુદરતી આફતો આ સાલ માં આવી છે ત્યારે ધોરાજી પંથકમાં હજારો હેકટર માં ખેડૂતો એ વાવેલ ડુંગળી મગફળી કપાસ તથા અન્ય પાક નો સો ટકા નુકશાન થયું છે અને ઉભો પાક નિષ્ફળ થયો છે ખેડૂતો ને પડતાં પર પાટું જેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે પહેલા અતિશય વરસાદ ને કારણે ખેડૂતો નાં પાક ને ભારે નુકશાન થયું છે તો ધરતીકંપ આવ્યો ત્યાર બાદ કોરોના ની મહામારી આવી અને ફરી વરસાદ પડતાં ધોરાજી નાં ખેડૂતો નાં પડતાં પર પાટું જેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે ત્યારે આ 2020 ની ખેડૂતો માટે ખરાબ થઈ હોય તેવું લાગી રહ્યું છે કમોસમી વરસાદ ને કારણે ખેડૂતો નાં ઉભા પાકને નુકસાન થયું છે જેથી ખેડૂતો બિચારો દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે જેથી મોંઘા ભાવનાં બિયારણો જંતુનાશક દવાઓ નો છંટકાવ અને આખા વર્ષ ની મહેનત પર પાણી ફરી વળ્યું છે જેથી ખેડૂતો ને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે જેથી ખેડૂતો સરકાર પાસે વળતર ની અપેક્ષા રાખી ને બેઠા છે ખેડૂતો પાસે હવે શું કરવું તે પણ વિચારવાનો સમય નથી જેથી સરકાર તાત્કાલિક ધોરણે આગળ નો અને આ વર્ષ નો પાક વિમો આપે અને આ વર્ષ માં થયેલા નુકસાની વળતર આપે તેવી માંગ કરી રહ્યા છે