ધોરાજી માં એક માત્ર ગ્રાન્ટેડ સ્કુલ એટલે એ ઝેડ કનેરીયા હાઈસ્કુલ જેમાં સરકારી ગ્રાન્ટેડ સ્કુલ હોય જેથી 11 વિજ્ઞાન પ્રવાહ માં ગરીબ પરીવાર નાં આઠ વિદ્યાર્થી ઓ એ એડમીશન લીધું હતું. થોડા મહિના ઓ ઓનલાઈન વિદ્યાર્થીઓને શિક્ષણ પણ અપાયુ. આગામી થોડા દિવસોમાં સત્રાંત પરીક્ષા પણ યોજાવામા આવી શકે તો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાઈ બીજી તરફ થી કોરોનાની મહામારી ના કારણે વિદ્યાર્થીઓ દ્વારા અન્ય શાળાઓમાં એડમિશન લેવું શક્ય ન હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા સરકાર પાસે ધોરણ 11 સાયન્સ વિજ્ઞાન પ્રવાહ વર્ગ ચાલુ કરે જેથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને. વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે શાળા છોડવા આદેશ કરવામાં આવ્યો છે જે ખરેખર યોગ્ય નથી આથી સત્ર મધ્યે વર્ગ રદ કરવાનો આદેશ પાછો ખેંચવામાં આવે તેવી વિદ્યાર્થીઓ ની માંગ છે. હાલ વિદ્યાર્થીઓ પ્રાઈવેટ સ્કુલોમાં મોંધિદાટ ફિ ભરવાને બદલે સરકારી શાળામાં જવાનું પસંદ કરતા હોય છે પરંતું જે વર્ગ ખંડ જ બંધ કરી દેવામાં આવે તો વિધાર્થોઓ નુ શું? બેટી બચાવો, બેટી પઢાઓ ની વાતો કરી રહી છે સરકાર ત્યારે આ શાળામાં અભ્યાસ કરતી વિધાર્થીનીઓનુ જ ભવિષ્ય જોખમાયું છે આ બાબતે વિદ્યાર્થી ઓ તથા વાલી ઓ માં રોષ ભભૂકી ઊઠ્યો છે અને આ ધોરાજી તાલુકા માં એક માત્ર ગ્રાન્ટેડ સ્કુલ વિજ્ઞાન પ્રવાહ ચાલું રાખવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે અને આ બાબતે ધોરાજી ના ડેપ્યુટી કલેકટર ને આવેદનપત્ર પાઠવવા માં આવેલ હતું અને સ્કુલ ના પ્રિન્સીપલ ને પણ લેખીતમાં રજુઆત કરી હતી

અહેવાલ : અલ્પેશ ત્રિવેદી