માલપુર પોલીસ સ્ટેશનના એમ.એન સોલંકી સાહેબના માર્ગદર્શન હેઠળ તારીખ 2 10 2020 ના રોજ સવારના સમયે માલપુર ટાઉનના માલપુર થી મોડાસા રોડ ઉપર શ્રી ગોકુલ હોટલ ના સામે એકતા ફેબીકેશન દુકાનમાં અડધુ શટર બંધ હતું તેવા સમયમાં વેલ્ડીંગ પેટી માંથી વેલ્ડીંગ વાયરસ આશરે ૪૫ ફૂટ ચોરી થયેલ છે તેની ફરિયાદી સંજય ભાઈ બાબુભાઈ ખાંટ રહે .વાસજીપુર તાલુકો: માલપુર ના આધારે માલપુર પોલીસે ટાઉન વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ ચેક કરતા આરોપી જીતેન્દ્રભાઈ ભીખાભાઈ નાયક રહે: મેડી ના મુવાડા તાલુકો: ખાનપુર જીલ્લો: મહીસાગર માંથી મુદ્દામાલ સાથે માલપુર પોલીસે આરોપીને પકડી પાડેલ છે.

રિપોર્ટર :ધવલ રાઠોડ ધનસુરા