ગિરનાર અંબાજી મંદિરના મહંત પદના વિવાદમાં તંત્ર મેદાનમાં ઉતર્યું
ભવનાથના મહંતની સામે જે આક્ષેપ થયા તેની પણ રિપોર્ટ મંગાવી તપાસ કરાશે
- Advertisement -
ભવનાથ ક્ષેત્રની લડાઈ ચરમસીમાએ પહોંચતા સરકારે તપાસમાં ઉતરવું પડ્યું
અખાડાના પત્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ સાથે FSLની મદદ પણ લેવાશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
જૂનાગઢ ગીરનાર અંબાજી શક્તિ પીઠ મંદિરના મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ મંદિરના મહંત પદ મામલો ગરમાયો છે અને ચરમસીમા પર પોહચી જતા અંતે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર હસ્તક્ષેપ કરવો પડ્યો છે હાલ જે રીતે મંદિરના ગાદીપતિ તરીકે મહેશગિરી બાપુ અને હરીગીરી બાપુ સહીત અનેક સંતો મહંતો આમને સામાને આવી એ એક બીજા પર ગંભીર આરોપો લાગી રહ્યા છે.જે વિવાદ બાબતે આજે જૂનાગઢ જિલ્લા કલેકટર અનીલકુમાર રાણાવસીયાએ પત્રકાર પરિષદ બોલાવીને અંબાજી મંદિર સાથે અન્ય બે મંદિર અને ભવનાથ મંદિર મહંત વિવાદ મામલે સત્તાવાર જાહેરાત કરી હતી. હાલ જે રીતે ગીરનાર અંબાજી મંદિર અને ગુરુ શિખર તેમજ ભીડભંજન મહાદેવ મંદિર જગ્યા બાબતે સાધુ – સંતો અને તનસુખગીરી બાપુના અનુયાયીઓ દ્વારા મહંતાઈએ લઈને જે વિવાદ વકર્યો છે તે અનુસનુંસંધાને આજે જૂનાગઢ જિલ્લા કલેકટરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ગિરનાર અંબાજી મંદિરના મહંત તનસુખગિરી બાપુની વર્ષ 1983માં તેમના ગુરુજીએ તત્કાલીન કલેક્ટરએ મહંત તરીકે નિમણુંક કરી હતી હાલ મહંતપદ માટેનો જે વિવાદ ચાલી રહ્યો છે. તેમાં ગિરનાર અંબાજી મંદિર અને ગુરુ શિખર તેમજ ભીડભંજન મહાદેવ મંદિરની જગ્યામાં જૂનાગઢ શહેરના મામલતદરને વહીવટદાર તરીકે નિમણુંક કરવામાં આવી છે.
- Advertisement -
જયારે ભવનાથ મંદિરના મહંત હરીગીરી બાપુના ઓર્ડર મામલે જે રીતે અખાડા પરિષદનો પત્ર મહેશગીરી બાપુએ જાહેર કર્યો જેમાં ભાજપ અને તત્કાલીન બે કલેક્ટર અને સંતોને મળીને 8 કરોડ જેવી રકમ આપ્યાનો પત્ર જાહેર થયા બાદ વિવાદ વધુ વકર્યો છે.આ બાબતે જિલ્લા કલેકટર દ્વારા જાણવાયું હતું કે, જે ઓર્ડર થયો છે અને જે પત્ર સામે આવ્યો છે તે બાબતે ભવનાથ મંદિરના મહંત હરીગીરી બાપુને તા.31/07/2025 સુધી નિમણુક થયેલાનો ઓર્ડર કરવામાં આવ્યો છે. તેમજ ભવનાથ મંદિરમાં જે શરતો છે તે મુજબની કામગીરી થઈ રહી છે કે કેમ તે અંગે પણ રીપોર્ટ મંગાવવામાં આવ્યો છે.અને ભવનાથ મહંતની સામે જે આક્ષેપ થયા તેની પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. એને જે વાઇરલ પત્ર સહિતના મુદ્દા પર હાલના સમગ્ર મામલે સરકાર ગંભીર રીતે કામ કરી રહી છે. મહેશગિરી બાપુ દ્વારા વાઇરલ કરેલ પત્રની ઊંડાણ પૂર્વક તપાસ શરુ કરી દેવામાં આવી છે.તેમજ અખાડાના લેટર અંગે પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે.અને એફએસએલની મદદ પણ લેવામાં આવી છે.વાઇરલ પત્રમાં તપાસમાં કાંઈ બહાર આવશે તો જરૂરી કાર્યવાહી કરાશે તેમ કલેકટરે જણાવ્યું હતું વધુ કેહતા કહ્યું કે, આ મંદિર વિવાદ મામલે સરકાર પણ ખુબ ગંભીરતાથી જુવે છે અને સમગ્ર વિવાદ મામલે તટસ્થ તપાસ ચાલી રહી છે.આમ હાલતો મંદિર ગાદીપતિ મામલે કલેકટરેક મામલદારએ વહીવટકર્તા તરીકે નિમણૂંક કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવતા હાલ મામલો થોડોઘણો થાળે પડતો જોવા મળી રહ્યો છે.