ડીસેમ્બરમાં જ કાતિલ ઠંડીનો 28 વર્ષનો રેકોર્ડ તૂટયો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
શિયાળાના આગમન બાદ દેશના અનેક રાજયોમાં કાતિલ ઠંડીનો પ્રથમ સપાટો શરૂ થયો છે. પાટનગર દિલ્હીમાં 25 વર્ષ બાદ કોલ્ડવેવની હાલત વ્હેલી આવી છે. તાપમાનનો પારો 3.8 ડીગ્રીએ નીચે ઉતરી જતા પાટનગરવાસીઓ ઠુઠવાયા હતા. કાશ્મીર, હિમાચલ તથા ઉતરાખંડ જેવા પર્વતીય રાજયોમાં હિમવર્ષાને પગલે દિલ્હી સહિત ઉતર ભારતમાં કાતિલ ઠંડીનો દોર રહ્યો છે. પાટનગર દિલ્હીમાં તાપમાન 3.8 ડીગ્રીએ સરકી ગયુ હતુ. જયારે સફદરગંજમાં ન્યુનતમ તાપમાન 4.9 ડીગ્રી નોંધાયુ હતુ. હવામાન વિભાગ દ્વારા બે દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે અને ન્યુનતમ તાપમાન 4થી6 ડીગ્રીની રેન્જમાં રહેવાની આગાહી કરવામાં આવી છે. પાટનગર દિલ્હીમાં 28 વર્ષ બાદ ડિસેમ્બરના પ્રથમ પખવાડીયામાં કાતિલ ઠંડી નોંધાઈ છે. એક જ દિવસમાં તાપમાનનો પારો પાંચ ડીગ્રી નીચે ઉતરી ગયો હતો.
દિલ્હીમાં આ પુર્વે 1996ના 11 ડીસેમ્બરે 2.3 ડીગ્રી તાપમાન નોંધાયુ હતું. 27 ડીસેમ્બર 1930માં તાપમાન ઝીરો ડીગ્રી નોંધાયુ હતું. હવામાન વિભાગના કહેવા પ્રમાણે વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની અસર ઓછી થવાના પગલે પવનનો પ્રવાહ બદલાયો છે અને તાપમાનમાં એકાએક ઘટાડો થયો હતો. હવામાન વિભાગના કહેવા પ્રમાણે મેદાની ક્ષેત્રોમાં તાપમાન 10 ડીગ્રી કે તેથી નીચે હોવાની સાથોસાથ નોર્મલ કરતા 4.5 થી 6.4 ડીગ્રી નીચુ રહે તો તેને કોલ્ડવેવની સ્થિતિ ગણવામાં આવે છે. દિલ્હી ઉપરાંત ઉતર ભારતના રાજયોમાં પણ ઠંડીનો પ્રકોપ હતો. વેસ્ટર્ન ડીસ્ટર્બન્સને કારણે કાશ્ર્મીર સહિત હિમાલયન ક્ષેત્રોમાં જોરદાર હિમવર્ષા થવાથી ઠંડી વધી છે.