- રસ્તા પર પરિવહન માટે હોડીનો ઉપયોગ
બંગાળની ખાડીમાં ઉદભવેલા વાવાઝોડું મિચોંગના ગંભીર ચક્રવાતી તોફાન બન્યા પછી આંધ્રપ્રદેશ તટથી ટકરાવાનું આશંકા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મિચોંગ આજે બપોર પછી આંધ્રપ્રદેશના બાપટલાથી ટકરાઇ શકે છે. આ વાવઝોડાની અસર પહેલા દક્ષિણ અને ઉત્તર ભારતના કેટલાય રાજ્યોમાં જોવા મળી છે. ખાસ કરીને તમિલનાડુ અને પુડુંચેરીમાં સૌથી વધુ પ્રભાવ જોવા મળ્યો છે. આ ભારે વરસાદ પછી અલગ-અલગ કારણોથી 8 લોકોની મૃત્યુ થઇ છે, અને જાનમાલનું ઘણું નુકસાન થયું છે.
#WATCH | Tamil Nadu: Rainwater enters houses and leaves streets inundated as incessant rainfall in Chennai, visuals from Maduravoyal area#CycloneMichuang pic.twitter.com/OUA8WBB6ke
- Advertisement -
— ANI (@ANI) December 5, 2023
તમિલનાડુના રસ્તા પર હોડીથી અવરજવર
ચેન્નઇના વેસ્ટ તંબરમ કોલોની અને સશિવરાધન નગર વિસ્તારમાં લોકો અવરજવર માટે હોડીનો ઉપયોગ કરી રહ્યા છે. વાવાઝોડું મિંચોંગના કારણે સમગ્ર શહેરમાં પુરની પરિસ્થિતિ જોવા મળી રહી છે.
- Advertisement -
#WATCH | Tamil Nadu: Flood-like situation persists in West Tambaram CTO colony and Sasivaradhan Nagar area of Chennai, people use boats pic.twitter.com/YWRdhXHfvE
— ANI (@ANI) December 5, 2023
તમિલનાડુના ચેન્નઇમાં વાવાઝોડા મિચોંગની અસરથી ભારે વરસાદ પછી મુખ્યમંત્રી એમકે સ્ટાલિને પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે પુરથી પ્રભાવિત લોકોને ફૂડ પેકેટનું વિતરણ કર્યુ હતુ.
Odisha | In view of possible heavy rainfall due to cyclonic storm Michaung over the Bay of Bengal, all the primary, upper primary, high school and anganwadi centre shall remain closed on 6th December 2023: Office of the Collector and District Magistrate, Gajapati pic.twitter.com/voTy5oRB4s
— ANI (@ANI) December 5, 2023
ઓડિશામાં કાલે શાળા-કોલેજ બંધ રહેશે
ઓડિશામાં વાવાઝોડા મિચોંગના તીવ્ર અસરને જોતા ગજપતિ જિલ્લાના ક્લકટરે ભારે વરસાદના પગલે પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, હાઇસ્કૂલ અને આંગડવાડી કેન્દ્રોને 6 ડિસેમ્બર 2023ના બંધ રાખવાનો આદેશ આપ્યો છે.
#WATCH | Gunasekaran, a resident of Sasivaradhan Nagar area says, " I have been living in this area since 2017…every year we face this issue, we need a solution…first floor of our house is submerged….govt must take proper action…I have been rescued by NDRF…there are… https://t.co/BVaO72iqb9 pic.twitter.com/CGLLLjhqxB
— ANI (@ANI) December 5, 2023
ઉલ્લેખનીય છે કે, ઉંચા તટીય વિસ્તાર તમિલનાડુ અને પુડુંતચેરીમાં ગઇકાલે હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળો પર વરસાદમાં વધારો થવાની સંભાવના છે. હવામાન વિભાગે આ જાણકારી આપી હતી. વાવાઝોડા મિંચોંગના કારણે ચેન્નઇ અને તેની આસપાસના જિલ્લામાં પૂર આવવાથી તબાહી મચી ગઇ હતી, અને જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. ચેન્નઇના કેટલાક વિસ્તારોના રહેવાસીઓએ જણાવ્યું કે, ઇલેકટ્રિસીટીની સર્વિસ બંધ કરી દીધી છે, અને રેલ સેવા પણ પ્રભાવિત થવાથી હાલ પુરતી બંધ કરવામાં આવી છે.