પ્રોપલ્શન મોડયુલના પાછા ફરવાનો ફાયદો આગામી મિશનોની યોજના તૈયાર કરવામાં થશે
ચંદ્રયાન-3નું પ્રોપલ્શન મોડયુલ પોતાના મિશનને સફળતાપૂર્વક પુરુ કરીને પૃથ્વીની કક્ષામાં પાછું ફરી ગયું છે. આ ભારતની ન માત્ર નવા મિશનને લોન્ચ કરવાની બલ્કે તેને પરત લાવવાની ક્ષમતાના મામલામાં પણ મોટી સિદ્ધિ છે.
- Advertisement -
ઈસરોએ જણાવ્યું હતું કે ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડયુલને ચંદ્રનો એક કક્ષથી પૃથ્વીની બીજી કક્ષામાં લાવવામાં આવ્યું. ઈસરોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે એજન્સીનું મુખ્ય લક્ષ્ય પહેલા લેન્ડર મોડયુલને પોપલ્શન મોડયુલથી અલગ કરીને ચંદ્રની અંતિમ કક્ષામાં સ્થાપિત કરવાનું હતું. તેના અલગ થયા બાદ પ્રોપલ્શન મોડયુલના સ્પેકટ્રોપોલરીમેટ્રી હેબીટેબલ પ્લેનેટ અર્થ (એસએચએપીઈ) પેલોડને સક્રીય કરી દેવાયું હતું.
યોજના મુજબ પહેલા આ પેલોડને પ્રોપલ્શન મોડયુલમાં ત્રણ મહિના સુધી સક્રીય રાખવાની યોજના હતી. હાલના સમયમાં પોપલ્શન મોડયુલ પૃથ્વીના ચકકર લગાવી રહ્યું છે. તેણે 22 નવેમ્બરે 1.54 લાખ કિલોમીટરની દુરી પર સ્થિત પહેલી પેરેઝી (ભૂ-સમીપક)ને પાર કરી લીધી હતી. ઈસરોએ જણાવ્યું હતું કે આ કક્ષામાં રહેવાનો સમયગાળો 13 દિવસનો છે.
આથી ફાયદો શું થશે?: ઈસરોએ જણાવ્યું હતું કે પ્રોપલ્શન મોડયુલને ચંદ્રની કક્ષાથી પાછા લાવવાના પ્રયોગનો મુખ્ય ફાયદો આગામી મિશનની યોજના તૈયાર કરવા દરમિયાન થશે. ખાસ કરીને ચંદ્રને પૃથ્વી સુધી પરત લાવવાનો મુખ્ય ફાયદો આગામી મિશન્સની યોજના તૈયાર કરવા દરમિયાન થશે. હાલ તો મોડયુલને લઈને સોફટવેર તૈયાર કરવામાં આવી રહ્યો છે.
- Advertisement -