– ડોડા અને રામબનમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ
ટાર્ગેટ કિલિંગને લઈને જમ્મુ અને કશ્મીરમાં વાતાવરણ પહેલેથી જ ખૂબ ગરમ છે, જ્યારે હવે કોમી તણાવને જોતા, જમ્મુ અને કશ્મીર પોલીસે ડોડા જિલ્લાના ભદરવાહ શહેરમાં ફ્લેગ માર્ચ બાદ કર્ફ્યુ લાદ્યો છે. હવે પ્રશાસને ભદરવાહ સહિત કિશ્તવાડ, ડોડા અને રામબનમાં પણ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. પોલીસનું કહેવું છે કે તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરનાર કોઈપણને બક્ષવામાં આવશે નહીં.
- Advertisement -
સાવચેતીના ભાગરૂપે મોબાઈલ અને ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી
સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સોશિયલ મીડિયા દ્વારા શહેરમાં સાંપ્રદાયિક તણાવ પેદા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને ધ્યાનમાં રાખીને સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ શહેરમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. સાથે જ શાંતિ જાળવી રાખવા સેનાને બોલાવવામાં આવી છે અને સાવચેતીના ભાગરૂપે મોબાઈલ અને ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
વિવાદાસ્પદ પોસ્ટ બાદ તણાવ
- Advertisement -
જણાવવામાં આવી રહ્યું છે કે નૂપુર શર્માની વાંધાજનક ટિપ્પણીને લઈને જમ્મુના ભદરવાહની એક મસ્જિદમાંથી નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. જેના કારણે ભાદરવાહમાં કોમી તંગદિલીનો માહોલ સર્જાયો હતો. જેના કારણે વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા.
J&K | Action under law taken. Case registered at Police Station Bhaderwah. Anyone who takes the law into their hands will not be spared: Police Media Centre Jammu, on purported video showing instigating announcement being made from a mosque in Baderwah, Jammu
— ANI (@ANI) June 9, 2022
આરોપીઓ સામે ગુનો નોંધ્યો
એક મીડિયા અહેવાલ અનુસાર જમ્મુના ભદરવાહમાં એક મસ્જિદમાંથી ઉશ્કેરણીજનક જાહેરાત આપતો એક કથિત વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનાર આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે જ પોલીસે કાયદો હાથમાં લેનારાઓને બક્ષવામાં નહીં આવે તેવી ચેતવણી આપીને તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જમ્મુ અને કશ્મીર પોલીસે માહિતી આપી છે કે ભદ્રવાહ પોલીસ સ્ટેશનમાં ભડકાઉ ભાષણ આપનાર મૌલવી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 295-A અને 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. હાલ સ્થિતિ કાબુમાં હોવાનું કહેવાય છે.
Tensions flare in Jammu's Baderwah town over social media posts; curfew imposed, Internet suspended
Read @ANI Story | https://t.co/asORS0yMsh#JammuAndKashmir #Curfew pic.twitter.com/6f3Ea0v9JW
— ANI Digital (@ani_digital) June 10, 2022
સમુદાયે નુપુર શર્માની ધરપકડની કરી માંગ
કહેવામાં આવી રહ્યું છે કે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્મા દ્વારા પયગંબર મુહમ્મદ વિરુદ્ધ કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી પર મુસ્લિમ સમુદાયે ભાદરવાહમાં બંધનું એલાન આપ્યું હતું.મુસ્લિમ સમુદાય નુપુર શર્માની ધરપકડની માંગ કરી રહ્યો હતો.