-ટ્રાયલ વહેલી ચલાવવા માંગ
રાજકારણમાં અપરાધીકરણ રોકવા વાતો સિવાય કંઈ થતુ ન હોય તેમ દેશમાં લોકસભાનાં 44 ટકા તથા રાજયસભાના 31 ટકા સભ્યો સામે ફોજદારી કેસ પેન્ડીંગ રહેવાની માહીતી સૂપ્રિમ કોર્ટમાં રજુ કરવામાં આવી હતી.
- Advertisement -
કોર્ટ સલાહકાર વિજય હંસારીયાએ સુપ્રિમ કોર્ટને આવો પણ રીપોર્ટ આપ્યો હતો કે જુલાઈ 2022 ની સ્થિતિએ 43 ટકા ધારાસભ્યો સામે પણ ક્રિમીનલ કેસ પેન્ડીંગ છે. સાંસદો તથા ધારાસભ્યો સામેના પેન્ડીંગ ફોજદારી કેસો સંબંધીત મામલાની સુનાવણી દરમ્યાન કોર્ટ સલાહકારે આ રીપોર્ટ પેશ કર્યો હતો.
સર્વોચ્ચ અદાલતમાં એડવોકેટ અશ્વીની ઉપાધ્યાય તરફથી અરજી દાખલ કરીને એવી માંગ કરવામાં આવી હતી કે સાંસદો-ધારાસભ્યો સામેના કેસ વહેલા ચલાવવામાં આવે આ અરજી પર સુપ્રિમ કોર્ટમાં સુનાવણી ચાલુ છે.
કોર્ટ સલાહકારે પણ 17 માં રીપોર્ટમાં આવા ક્રિમીનલ કેસો વહેલા ચલાવવાનું સુચન કર્યું હતું. સાક્ષીઓનાં નિવેદન લેવા તથા આરોપીઓને રજુ કરતા ટેકનોલોજીનો સહારો લેવામાં આવે. આરોપી દ્વારા ટ્રાયલમાં ઢીલ કરાય તો જામીન રદ કરવા જોઈએ.સીટીંગ સાંસદો-ધારાસભ્યોના કેસોને પ્રાથમિકતા આપવી જોઈએ. સર્વોચ્ચ અદાલતે દેશની તમામ હાઈકોર્ટોને કોર્ટ સલાહકારનાં રીપોર્ટ પર પોતપોતાનો જવાબ રજુ કરવાની સુચના આપી હતી.
- Advertisement -
એસોસીએશન ફોર ડેમોક્રેટીક રાઈટસનાં રીપોર્ટનો હવાલો આપીને કોર્ટ સલાહકારે જણાવ્યું હતુ કે, લોકસભાનાં 542 સભ્યોમાંથી 236 વિરૂદ્ધ ક્રિમીનલ કેસ પેન્ડીંગ છે જે 44 ટકા થવા જાય છે. જયારે રાજયસભાનાં 226 માંથી 71 સભ્યો વિરૂદ્ધ ક્રિમીનલ કેસ પેન્ડીંગ છે.
રાજકારણમાં અપરાધીઓને રોકવા માટે અનેક વખત વાતો કરવામાં આવતી હોવા છતાં કોઈ અસરકારક કાયદો બની શકતો ન હોવાની છાપ ઉપસે છે. જોકે, આજના સંજોગોમાં જોગવાઈઓ છે પરંતુ કોર્ટ ટ્રાયલમાં જ લાંબો વખત લાગી જતો હોય છે.