પેટ્રોલીંગમાં નિકળેલી બી-ડિવિઝન પોલીસ મથકની મહિલા ASI સાથે ઝપાઝપી કરી હતી

ઈભલો પોલીસ ફરજમાં રૂકાવટ કરી નાસી ગયો હતો

રાજકોટ શહેરનો કુખ્યાત આરોપી અને પોલીસ માટે પણ માથાના દુખાવારૂપ બની ગયેલો ઈભલાને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી બી ડિવિઝન પોલીસને હવાલે કરી દીધો છે. ઈભલાએ મોરબી રોડ પર ફરજ બજાવી રહેલા બી ડિવિઝનના અજઈં અનિતાબેન બકુત્રા સાથે ઝપાઝપી કરીને ભાગી ગયો હતો. જેની એફઆઈઆર બી ડિવિઝનમાં નોંધાઈ હતી. બી-ડિવિઝન પોલીસ મથકના એએસઆઈ અનિતાબેન બકુત્રાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તે વખતે નંબર પ્લેટ વગરની ત્રણ ગાડી જોવા મળતા નજીક ગયા હતા. ગાડીના ચાલક ફીરોઝ કરીમ કાથરોટીયાને કાગળો આપવાનું જણાવતા તેણે કહ્યું કે ત્રણમાંથી બે ગાડી તેની છે. જયારે એકટીવા જયદીપ જીતેન્દ્ર સોલંકીની છે. જયદીપ પાસેથી કાગળો માંગતા ઘરેથી મંગાવી દેવાનું કહ્યું હતું.ત્યારબાદ કોન્સ્ટેબલ ભાવેશભાઈ એક બાઈક પોલીસ સ્ટેશન મુકવા ગયા હતા. પાછળથી ફીરોઝે કોલ કરતા તેનો ભાઈ ઈબ્રાહીમ ઉર્ફે ઈભલો, ભાઈ અશરફ સાથે સફેદ કલરની કારમાં ધસી આવ્યો હતો. આવીને ઈભલાએ તેના ભાઈને કહ્યું કે તું ભાગી જા, હું અહીં ઉભો છું. જેથી તેણે ફીરોઝને પકડી રાખ્યો હતો. તે સાથે જ ઈભલો એકદમ ઉશ્કેરાઈ જઈ જેમફાવે તેમ બોલવા લાગ્યો હતો.

એટલુ જ નહી મોબાઈલથી વિડીયો ઉતારવાનું પણ શરૂ કરી કહ્યું કે હું આ વિડીયો વાયરલ કરી દઈશ અને તમે અહીં પૈસા લેવા માટે આવ્યા છો તેમ કહીશે. આ ઉપરાંત તેણે હાથ ઉચા કરી મારા ભાઈને મુકી દો નહીતર સારાવાટ નહી રહે તેવી ધમકી પણ આપી હતી. બાદમાં બધાએ ભેગા મળી તેની એટલે કે એએસઆઈ બકુત્રા અને મોબાઈલના ડ્રાઈવર નિલેશભાઈ સાથે અસભ્ય વર્તન કરી ગાળો ભાંડી હતી. આ ઉપરાંત ઝપાઝપી પણ કરી હતી. પરિસ્થિતિ પામી મોબાઈલના ડ્રાઈવર નિલેશભાઈએ પોલીસ ક્ધટ્રોલ રૂમમાં કોલ કરતા થોરાળા પોલીસનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો. બરાબર તે વખતે ઈભલો મોકો જોઈ પોતાની કારમાં ભાગી ગયો હતો. ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ગોંડલથી ઈભલાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ઈભલા પર 53 ગુના અને 6 વખત પાસા હેઠળ કાર્યવાહી
રાજકોટના જુના મોરબી રોડ પર ખાટકીવાસમાં રહેતા નામચીન ઇબ્રાહિમ ઉર્ફે ઇભલા વિરુદ્ધ અનેક મારામારી,ધાડ,લૂંટ,ધમકી અને હત્યાના પ્રયાસ હેઠળ 53 અલગ અલગ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. જ્યારે તેને 6 વખત પાસા એક્ટ હેઠળ ધકેલી દેવામાં આવ્યો છે.