રાજ્યમાં Covid 19 વાયરસની મહામારી વચ્ચે દિવાળી સુધી સ્કૂલો ખોલવામાં નહિ આવે તો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે મળેલ શિક્ષણ સંઘની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. દિવાળી બાદ કોર્ષ કેટલો રાખવો તે માટે પણ શિક્ષણ સંઘ ફરીવાર રાજ્યના શિક્ષણ પ્રધાન સાથે બેઠક કરશે.
રાજ્ય સરકારે ગુજરાતમાં કોરોના (Covid 19) બાદ 15 માર્ચથી ગુજરાતની તમામ શાળા કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. જો કે બોર્ડ પરીક્ષાઓ યથાવત રાખવામાં આવી હતી. બાદમાં કોરોના બેકાબૂ બનતો ગયો તેમ તેમ સ્કૂલ (school) વેકેશન લંબાવવામાં આવ્યું હતું. જોઈ તો લગભગ 6 મહિનાથી રાજ્યની તમામ સ્કૂલો બંધ છે.