રાજકોટની રિયા સામાણીની ઉદારતાં મોડેલ વર્લ્ડ વખાણી

કેન્સરગ્રસ્ત બાળકીને મોડેલે વાળનું દાન કર્યું

રાજકોટની મોડેલ હંમેશા એક્ટિંગમાં જ વ્યસ્ત હોય છે અને મોડેલિંગ ક્ષેત્રે રહેલી યુવતીઓને પોતાના વાળ પ્રત્યે અનોખી લગાવ હોય છે છતાંય રિયાએ વાળ દાનમાં આપી એક અનોખી પહેલ કરી હતી. અત્યાર સુધી અંગદાન, નેત્રદાન, કિડનીદાન અને રક્તદાન વિષે સાંભળવા મળ્યું છે. પણ વાળ દાનમાં આપ્યા હોય એવી ઘટના ભાગ્યે જ બનતી હોય છે ત્યારે અમદાવાદની એનજીઓ ચલાવતા લોકોએ રાજકોટની રિયાને એડ્. માટે બોલાવી હતી.

રિયા રાજકોટની અમદાવાદ રવાના થઇ હતી ત્યારે આ એનજીઓ શું કાર્યવાહી કરે એ તેનાથી સંપૂર્ણ માહિતગાર કરવામાં આવી ત્યારે રિયાએ ‘ખાસ-ખબર’ને જણાવ્યું હતું કે, એક 9 વર્ષની બાળકી હતી, તેને કેન્સર હતું તેને કિમો થેરાપી આપવામાં આવતી હતી. તેના વાળ ખરી પડ્યા હતા. તેને વીગની જરૂર પડે એ તેના માટે આ એનજીઓ કામ કરી રહી છે. તે બાળકીની ઉમર સાંભળી મેં મારા વાળ દાન કરવાની તૈયારી દેખાડી. રિયાએ વધુમાં જણાવ્યું કે મારા વાળ લાંબા અને ઘટાદાર છે. હું જાનની જેમ માવજત કરતી હતી, છતાં જો મારા વાળથી કોઈને નવું જીવન મળતું હોઇ મેં વાળનું દાન કરવાનું નકકી કર્યું અને મેં મારા વાળ એ કેન્સરગ્રસ્ત બાળકીને આપી દીધા. સ્વાભાવિક છે લાંબા વાળ કટિંગ સમયે થોડુંક દુ:ખ લાગ્યું પણ કોઈને નવું જીવન મળતા અનેકગણી ખુશી મળી હતી. એ મારી લાઈફની યાદગાર ક્ષણ બની રહી…

રિયાની દમદાર ઇ-પ્રોફાઇલ
રિયાએ પોતાની કારકિર્દીની શરૂઆત 2009માં કરી હતી. સૌ પ્રથમ શરૂઆત માતાજી આલ્બમથી કરી હતી, અનેક ગુજરાતી આલ્બમ બાદ ફેશન શો, ગુજરાતી મૂવી, તેલૂગુ ફિલ્મ, એડ્., એન્કરિંગ, સિંગિંગ ઉપરાંત હાલ ઘઝઙ ઉપર અનેક ફિલ્મો કરી રહી છે. રિયાએ 11 વર્ષમાં ગુજરાતમાં તેનો પગદંડો મજબૂત રીતે જમાવી દીધો છે.