શહેરના સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં રહેતા અને ઢેબર રોડ ઉપર અતુલભાઈ રાઠોડના નામે બાળકોની હોસ્પિટલ ધરાવતા અતુલભાઈ ગોવર્ધનદાસ રાઠોડ નામના તબીબે બે દિવસ પૂર્વે યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમા પોતાની કાલાવડ રોડ ઉપર આત્મીય કોલેજ સામે આવેલી કિંમતી જમીન પચાવી પાડવા અંગે રૈયા રોડ યોગીનગરમાં રહેતા રામસીંગભાઇ ભાવસીંગભાઇ ચાવડા સામે જણાવ્યું હતું કે તેઓની જમીન ઉપર 2008માં રામસીંગ ચાવડાએ બે બોગસ કુલમુખત્યારનામાં અને દસ્તાવેજ બનાવી લીધા હતા

જેથી આ અંગે જે તે વખતે ફરિયાદ નોંધાવતા પોલીસે ધરપકડ કરી હતી અને હાઇકોર્ટે આ દસ્તાવેજ રદ કરવા જણાવતા રામસિંગે રદ કરી આપ્યા હતા પરંતુ ફરી 28 સપ્ટેમ્બરના રોજ રામસીંગ ચાવડાએ પોતાની પાસે રહેલા દસ્તાવેજોની ઝેરોક્ષ આધારે સીટી સર્વે કચેરીમાં જઈને ડોક્ટરની જમીનમાં કબ્જો કરવા મિલ્કતમાં નામ નોંધણી કરાવવા અરજી કરી હતી જે અંગે સીટી સર્વેના અધિકારીઓએ અતુલભાઈનો સંપર્ક કરતા ભાંડો ફૂટ્યો હતો અને આ અંગે ફરિયાદ નોંધાવતા પીઆઇ એ એસ ચાવડા, પીએસઆઇ અરવિંદસિંહ જાડેજા સહિતના સ્ટાફે કૌભાંડિયાની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે