સપ્તાહ પૂર્વે લગ્ન કરનાર યુવકે ઝેર પી જીવન
ટૂંકાવી લેતા નવોઢા શોકમાં ગરકાવ

મોરબી રોડ પર આવેલા બેડી ગામે નવી બનતી સોસાયટીમાં રહેતાં કેતન મેઘજીભાઇ કીહલા નામના 22 વર્ષીય કોળી યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. સપ્તાહ પૂર્વે જ લગ્ન કરી જીવનની નવી શરૂઆત કરનાર યુવકના આપઘાતથી નવોઢા ઉંડા શોકમાં ગરકાવ થઇ ગઇ છે.

મોરબી રોડ ઉપ્પર આવેલ બેડી ગામે રહેતાં કેતન કિહલાએ સાંજે ઝેરી દવા પી લેતાં કુવાડવા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ વહેલી સવારે મૃત્યુ થતા બી-ડિવીઝન પોલીસ સ્ટેશનના હિતેષભાઇ જોગડાએ દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી હતી.પ્રાથમિક તપાસમાં આપઘાત કરનાર કેતન માતા-પિતાનો એકનો એક જ પુત્ર હતો અને લાદીના કારખાનામાં કામ કરતો હતો. તેના પિતા મેઘજીભાઇ ચાનો થડો ચલાવે છે. ગત 8 તારીખે એટલે કે અઠવાડીયા પહેલા જ કેતનના લગ્ન રાજકોટની કુંદન સાથે થયા હતાં.જે આંગળે અઠવાડીયા પહેલા જેના લગ્નના ઢોલ વાગ્યા હતાં એ દિકરાની આજે અરથી ઉઠતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. લોકડાઉન બાદ અનલોક થયું છતાં કામધંધામાં મંદી હોવાથી અને માં-બાપ સાથે પત્નીની પણ જવાબદારી વધી જતા મંદીનો માર સહન નહિ કરી શકતા આ પગલુ ભર્યાનું જાણવા મળ્યું હતું.સપ્તાહ પૃર્વે જ લગ્ન કરી અનેક અરમાનો લઈને સાસરે આવેલી નવોઢાના હાથની મહેંદી પણ હજુ સુકાઈ ન હતી ત્યાં જ પતિએ આપઘાત કરી લેતા તમામ નવોઢા શોકમાં ગરકાવ થઇ ગઈ છે