ગોંડલ આઈ.ટી.આઈ પાસેના ઓવરબ્રીજ માં મોટા ગાબડા પડયા એક માસ પહેલા જ રીપેરીંગ કરાયો હતો ફરી ધૂળધાણી થઈ જતા ભ્રષ્ટાચારની બૂમ ઉઠી

ગોંડલ નાગડકા ચોકડી પાસે વારંવાર થતા અકસ્માત રોકવા ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હોય ચોમાસામાં ગાડા માર્ગ બનેલા બ્રિજ ઉપર એક માસ પહેલાં રીપેરીંગ કામ થયું હતું પરંતુ હાલ કરી ધૂળધાણી થઈ જતા ભ્રષ્ટાચારની બૂ ઉઠવા પામી છે.

નાગડકા ચોકડી પર આવેલ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયા ઓવરબ્રિજ ને ઓથોરિટી દ્વારા એક માસ પહેલાં રીપેરીંગ કરવામાં આવ્યો હતો પરંતુ રીપેરીંગ કામ યોગ્ય રીતે થયેલું ન હોય બ્રિજ પર ઠેરઠેર ડામર બેસી જવા પામ્યો છે જેના પરિણામે વાહનો ફનવર્ડ ની કોઈ રાઈડ માં ઝુલતા હોય તેવા દૃશ્યો સર્જાઈ રહ્યા છે જેને લઈ અકસ્માતનો ભય પણ વધી રહી છે આ પુલની નીચે સર્વિસ રોડની પણ બદતર હાલત હોય આસપાસની સોસાયટીઓ ના લોકોને રોજિંદા ધૂળ અને ડમરી ભરેલી હવામાંથી શ્વાસોશ્વાસ લેવાની ફરજ પડી રહી છે.

બ્રિઝની નીચે ઉતરતા ઉમવાડા ચોકડી પાસે પણ રોડ અતિ બિસ્માર હોય વારંવાર ટ્રાફિકજામ થવાની સાથે નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે તાકીદે આ ચોકડી પર પણ રીપેરીંગ હાથ ધરાય તેવી માંગ ઉઠવા પામી છે.