નિ:શુલ્ક નિદાન કેમ્પનો આશરે 248 જેટલા લોકોએ લાભ લીધો
ખાસ-ખબર સંવાદદાતા
હાલમાં આખો આવવી એટલે કે ક્ધજેકટીવાઈટીસ નામના રોગોનું પ્રમાણ વધ્યું છે. આમ તો આ રોગ સામાન્ય છે પણ આંખે થયા પછી આંખને નુકસાન ન થાય તે માટે તેનું નિદાન અને સારવાર જરૂરી છે. આથી મોરબીમાં હર હંમેશ સેવાકીય અને સામાજિક તેમજ આરોગ્યલક્ષી કામગીરી માટે તત્પર રહેતા યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા આ રોગના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આંખો આવી હોય તેવા લોકોનું નિષ્ણાંત ડોક્ટર દ્વારા યોગ્ય નિદાન કરીને જરૂરી દવા સાથે સારવાર કરવામાં આવી હતી.
- Advertisement -
વર્તમાન સમયમાં સમગ્ર રાજ્યમાં ક્ધજેકટીવાઈટીસ એટલે આંખો આવવાના કેસોમાં ખુબ જ વધારો થયો છે ત્યારે મોરબીમાં સેવાકીય પ્રવૃતિઓ માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા મોરબીના નાના અને મજૂરિયાત વર્ગના વિસ્તારોમાં લોકોને આ વાઇરલ ઇન્ફેક્શનની સારવાર વિનામૂલ્યે મળી રહે તે હેતુથી આંખોના નિદાન અને સારવાર માટે કેમ્પ યોજાયો હતો જેમાં આંખના જાણીતા સર્જન ડો. મેહુલ પનારાએ દર્દીઓનું નિદાન કરી યોગ્ય સારવાર કરી હતી. આ કેમ્પમાં લગભગ 248 જેટલા લોકોએ લાભ લીધો હતો. આ કેમ્પને સફળ બનાવવામાં ભાનુબેન નગવાડિયા, દિલીપભાઈ દલસાણીયા સહિત યંગ ઇન્ડિયા ગ્રુપની સમગ્ર ટીમેં ભારે જહેમત ઉઠાવી હતી.