રાજકોટમાં સંવેદના સભા યોજાશે: બેફામ ભ્રષ્ટાચાર કરેલા હોય તો આવા 10 ઘડા ભરાશે, લાલજી દેસાઇ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાતમાં જુદી જુદી દુર્ઘટનાઓના વિવિધ પરિવારોને ન્યાય મળે તે માટે મોરબી થી શરૂ કરવામાં આવેલ ગુજરાત ન્યાય યાત્રા ટંકારા ખાતે પહોંચતા ત્યાં સભા યોજાઈ હતી જેમાં રાષ્ટ્રીય કોંગ્રેસ સેવા દળના પ્રમુખ તેમજ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ દ્વારા રાજ્ય સરકારને આડે હાથ લેવામાં આવી હતી.
ખાસ કરીને આ યાત્રાને રાજકીય રંગ આપવાના બદલે પીડીત પરિવારોને ન્યાય આપો એટલે યાત કરવી જ ન પડે. તો લાલજી દેસાઇએ કહ્યુ હતુ કે, ગુજરાતના લોકો ન્યાય ઝંખી રહ્યા છે અને ગાંધીનગરમાં બેઠેલા આખલા ગોચર ખાઇ જાય છે. હવે કાલે રવિવારે યાત્રા રાજકોટ પહોંચશે અને ત્રિકોણબાગ ખાતે સંવેદના સભા યોજાશે.
ગુજરાતમાં બનેલી દુર્ઘટનાઓના પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે કોંગ્રેસની આગેવાની હેઠળ પીડીત પરિવારને સાથે રાખીને ગઇકાલે સવારથી મોરબીના દરબારગઢ ચોકથી ગુજરાત ન્યાય યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે રાત્રે 8:30 વાગ્યે ટંકારા ખાતે પહોંચી હતી અને ત્યાં ટંકારામાં આર્ય સમાજ ભવનના હોલ ખાતે સેવાદળ અને કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારોને અને કાર્યકર્તાઓ તેમજ આ ટંકારા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો અને પિડીત પરિવારોની હાજરીમાં એક સભા યોજાઈ હતી.
ગઇકાલે ટંકારા ખાતે રાત્રી રોકાણ કરીને આજે સવારે 9:00 વાગ્યાથી આ ન્યાય ગુજરાત ન્યાય યાત્રા રાજકોટ તરફ આગળ પ્રયાણ કરી રહી છે. દરમિયાન જે સભામાં રાષ્ટ્રીય સેવા દળના પ્રમુખ લાલજીભાઈ દેસાઈએ ભાજપ સરકાર ઉપર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, ગુજરાતના લોકો ન્યાય ઝંખી રહ્યા છે અને ગાંધીનગરમાં બેઠેલા આખલા ગોચરની જમીનો ખાઈ જાય છે અને પિડીત પરિવારોને ન્યાય મળતો નથી આવી વ્યવસ્થાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગુજરાતમાં મોરબીથી લઇને રાજકોટ અગ્નિકાંડ જેવી દુર્ઘટના નો પુનરાવર્તન ન થાય તે માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રેરિત ન્યાય યાત્રા તારીખ 11/8 અને 12/8 રાજકોટ શહેરમાં છે. તારીખ 11 ના રોજ રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રેસ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શક્તિસિંહજી ગોહિલના અધ્યક્ષ સ્થાને સાંજે 5:00 કલાકે રાજકોટના ઐતિહાસિક ત્રિકોણબાગ ચોક ખાતે સંવેદના સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
- Advertisement -
રવિવારે, બપોરના 3 કલાક કે ન્યાય યાત્રાનું આગમન રાજકોટના મોરબી રોડ જકાતનાકા થી ગ્રીનલેન્ડ ચોકડી, કુવાડવા રોડ, રણછોડદાસ બાપુના આશ્રમ થઈ પારેવડી ચોક થી હોસ્પિટલ ચોક, ત્રીકોણ બાગ અને ઢેબરચોકમાં સાંજે 5 કલાકે સંવેદના સભા શક્તિસિંહ ગોહિલ સભાને સંબોધન કરશે. સોમવારે, સવારે 9:00 કલાકે ન્યાય યાત્રા નાગર બોર્ડિંગ થી વિદ્યાનગર મેઇન રોડ કેનાલ રોડ જિલ્લા ગાર્ડન ચોક રામનાથ પરા પુલાવડ ચોક ભાવનગર રોડ થી સંત કબીર રોડ અમદાવાદ હાઈવે તરફ રવાના થશે.