અમેરિકા, યુરોપ તથા પશ્ચિમી પેસિફિકમાં સંક્રમણ ગંભીર હોવાનો નિર્દેશ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.10
- Advertisement -
બે વર્ષ સુધી સમગ્ર વિશ્વને બાનમાં લેનાર અને લાખો લોકોને ભરખી જનાર કોરોનામાંથી છૂટકારો મળી ગયાનું માનતા હોય તો ચેતી જજો. વિશ્વના 84 દેશોમાં પોઝીટીવ કેસોની સંખ્યા ઝડપભેર વધવા લાગી છે અને નવા ખતરનાક વેરિએન્ટ વિશે વિશ્વ આરોગ્ય સંગઠને ચેતવણી જાહેર કરી છે એટલું જ નહીં વધુ ગંભીર વેરીએન્ટસ દેખાવાની પણ લાલબતી ધમી છે. વિશ્વ આરોગ્ય સંગઠનના ડો. મારિયા કે.કે. હોવેએ કહ્યું કે, કોવિડનું સંક્રમણ હજુ ચાલુ જ છે. છેલ્લા કેટલાંક અઠવાડિયાથી 84 દેશોમાં કોવિડના પોઝીટીવ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ટેસ્ટીંગમાં સરેરાશ 10 ટકાથી વધુ કેસ પોઝીટીવ નીકળે છે છતાં પ્રદેશસ્તેરે અલગ-અલગ ટકાવારી છે.
ફોચ્ર્યુન મેગેઝીના રીપોર્ટમાં એમ કહેવાયું છે કે, ઉનાળામાં કોવિડ વધુ ફેલાયો છે. અમેરિકી પ્રમુખ જો બાઇન પણ સંક્રમિત થયા હતા. પેરિસ ઓલિમ્પિકમાં 40 ખેલાડીઓને કોવિડ વળગ્યો હતો અને શ્વાસની બિમારી થઇ હતી. વિશ્વ આરોગ્ય સંગઠનના રીપોર્ટ પ્રમાણે અમેરિકા, યુરોપ તથા પશ્ચિમી પેસીફીક દેશોમાં કોરોનાની નવી લહેર છે. પ્રવર્તમાન આંકડાકીય રીપોર્ટ કરતા તેનો ફેલાવો બે થી વીસ ગણો વધુ હોવાનું અનુમાન છે. કેટલાંક દેશોમાં કોઇ ચોક્કસ સીઝન વિના પણ કોવિડના કેસોમાં વૃધ્ધિ જોવા મળી છે. રીપોર્ટમાં એવી સલાહ આપવામાં આવી છે કે, સંક્રમણનું જોખમ રોકવા સાવધ રહેવું પડશે. ખાસ કરીને જોખમની શ્રેણીમાં આવતા લોકોએ છેલ્લા 12 મહિનામાં વેક્સીન ન લીધી હોય તો લેવી પડશે.