ઉખઊં સાથે ગઠબંધન તૂટ્યું: DMKએ કૉંગ્રેસને દગાબાજ ગણાવી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ દક્ષિણ ભારતના રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો હતો. તમિલગા વેત્રિ કઝગમ (ઝટઊં)ના અધ્યક્ષ વિજયે સરકાર રચવા માટે કૉંગ્રેસ પાસે સમર્થન માંગ્યું હતું, જેને કોંગ્રેસે સત્તાવાર રીતે સ્વીકારી લીધું છે. તમિલનાડુના યુવાનો અને જનતાએ એક બિનસાંપ્રદાયિક અને કલ્યાણકારી સરકાર માટે જે સ્પષ્ટ જનાદેશ આપ્યો છે, તેને માન આપી કોંગ્રેસે વિજયના રાજકીય પક્ષને પૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ આ ટેકાના બદલામાં કેબિનેટમાં બે મંત્રી પદ અને સરકારી બોર્ડના અધ્યક્ષ પદની માંગણી કરી શકે છે. આ મુદ્દે જાહેર કરાયેલી પ્રેસ નોટ પ્રમાણે, કોંગ્રેસે આ સમર્થન માટે શરત મૂકી છે કે આ ગઠબંધનથી તમામ કોમવાદી તાકાતોને દૂર રખાશે, જે ભારતીય બંધારણમાં વિશ્ર્વાસ ધરાવતી નથી. આ ગઠબંધન તમિલનાડુમાં ‘પેરુન્થલાઈવર કામરાજ’ના સુવર્ણ યુગને પરત લાવવા માટે કામ કરશે, જેમાં થાન્થાઈ પેરિયારના સામાજિક ન્યાયના આદર્શો અને ડો. બી.આર. આંબેડકરના બંધારણીય મૂલ્યોનો સમન્વય હશે. આ માત્ર સરકાર રચવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તેમજ લોકસભા અને રાજ્યસભાની ચૂંટણીઓ માટે પણ પરસ્પર સન્માન અને જવાબદારીના આધારે કરાયેલું ગઠબંધન છે.
કૉંગ્રેસે વિજયને શરતી ટેકો જાહેર કરતાં ઉખઊંએ કૉંગ્રેસને ‘દગાબાજ’ અને ‘પીઠમાં છરો ભોંકનાર’ ગણાવી તીખી પ્રતિક્રિયા આપી છે. ઉખઊંના પ્રવક્તાએ આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે, કોંગ્રેસની બેઠકો મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિનને કારણે આવી હતી અને જ્યારે ભાજપ રાહુલ ગાંધીને ટ્રોલ કરતું હતું ત્યારે સ્ટાલિને જ તેમને વડાપ્રધાન પદના ઉમેદવાર ગણાવ્યા હતા. બીજી તરફ, કોંગ્રેસે અઈંઅઉખઊંને સત્તાથી દૂર રાખવા અને ભાજપને રોકવા માટે વિજય સાથે હાથ મિલાવવાની તૈયારી કરી લીધી છે, જેના માટે વિજયે કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને પત્ર લખીને સમર્થન પણ માંગ્યું છે.



