1995થી જ મહેસુલી રેકર્ડ ધ્યાનમાં લેવાતા મારી રજૂઆતને સ્વીકારવા બદલ દાદા સરકારનો આભાર – ચેતન રામાણી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી અને સૌરાષ્ટ્રના લડાયક ખેડૂત આગેવાન ચેતનભાઇ રામાણી અખબારી યાદીમા જણાવતા કહે છે કે, ભારત ખેતી પ્રધાન દેશ હોવાથી જ્યારે સમગ્ર દુનીયાના દેશોના અર્થતંત્ર આર્થીક પરિસ્થીતી સંકળાયેલા હોય છે ત્યારે પણ આપણો દેશ ભારત મજબૂતાઇથી ઉભરતો આવે છે જેનુ એક માત્ર કારણ એ છે કે, આપણા દેશનો ખેડૂત ધરતીને માઁ માને છે અને તેના ઉત્પાદનને સોનુ અને એ જગતનો તાત થતી માત્ર ખેતી કરી અર્થતંત્રના તમામ પયૈઓને સંતુલીત રાખે છે માટે કેન્દ્ર સરકારનુ નેતૃત્વ કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ રાજય સરકારનુ નેતૃત્વ કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર હરહંમેશ ખેડૂત પ્રત્યે સંવેદનશીલ રહી છે ત્યારે “દાદા સરકાર” ત્રણ વર્ષ પૂરા થતા પ્રથમ દિવસે જ ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર સહીત 10 મુદાઓની મારી 29/11/2021ની રજૂઆતને દાદા સરકાર તેમજ મહેસૂલ વિભાગે સહર્દય સ્વીકારી વિશાળ ખેડૂતોના હિતાર્થે નિર્ણય કરવા બદલ ખૂબ ખૂબ આભાર સહ અભિનંદન પાઠવુ છું. રાજ્યમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓ માટે ડિજીટાઈઝેશન અને પારદર્શી ઓનલાઈન પ્રક્રિયાને વેગ આપતા મહત્વપૂર્ણ નિર્ણય થયો છે તેમજ ખેડૂતોના વ્યાપક હિતમાં કરેલા આ કલ્યાણકારી નિર્ણયોના પરિણામે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વધુ લોકોપયોગી બનાવી શકાશે. રાજ્યમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓમાં વેચાણ નોંધ હક્કપત્રકમાં દાખલ કરતી વખતે વેચાણ લેનાર ખેડૂત ખાતેદાર પાસેથી 1951-52થી ખેડૂત હોવા અંગે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવાની પ્રથા રાજ્યમાં અમલમાં છે ત્યારે વિશાળ ખેડૂતોના હિતાર્થે એક ખેડૂત નેતાની જવાબદારી સમજી મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી હતી કે, બિન ખેતીની પરવાનગી દરમ્યાન મૂળથી ખેડૂત ખાતેદારની ચકાસણીના કિસ્સાઓમાં રેકર્ડની બિન ઉપલબ્ધતા અને બિનખેતી મંજુરીના કેસોમાં વિલંબને કારણે ખેડૂતો અને અરજદારોને અનેક સમસ્યાઓ નડતરરૂપ છે છે
- Advertisement -
તેમજ બિનખેતી પરવાનગી સમયે જ્યારે મૂળથી ખેડૂત ખાતેદાર હોવાના આધાર પૂરાવાઓ માંગવામાં આવે છે, ત્યારે આવા પુરાવાઓ જિલ્લા વિસ્તરણ, પૂર જેવી આકસ્મિક કુદરતી આપત્તિઓ, તેમ જ વડીલો અને હાલ ખરીદ કરનારાઓ દ્વારા જૂના માણસોના ખેડૂત હોવાના પુરાવાઓ અપ્રાપ્ય હોવાને કારણે વેચાણ-નોંધો તેમ જ બિનખેતી અરજીઓ ખેડૂત ખરાઈના મુદ્દે નામંજૂર કરવાના કિસ્સાઓ બને છે. જા ખડૂતાર ત્યારે આના પરીણામે ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેના નિર્ણયમાં ખેડૂત ખરાઈની ચકાસણીમાં તા. 6 એપ્રિલ 1995 પછીના રેકર્ડને જ ધ્યાનમાં લેવાનું રહેશે તેમજ ખેડૂત હોવા અંગેના ઉપલબ્ધ ઓનલાઈન રેકર્ડ તપાસીને સક્ષમ મહેસૂલી સત્તાઅધિકારીએ ખેડૂત ખરાઈ કરી આપવા નોંધ પ્રમાણિત કરવાની રહેશે તેમજ ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવાનો રહેશે નહીં તદઉપરાંત મૂળથી જૂની શરતની હોય તથા ખેતીથી ખેતીના હેતુ માટે જૂની શરત થયેલા હોય, પરંતુ બિનખેતી માટે પ્રિમિયમને પાત્ર હોય તેવી જમીનો માટે જ્યારે બિનખેતી માટેની અરજી આવે, ત્યારે માત્ર ખેડૂત ખરાઈના હેતુસર 6 એપ્રિલ 1995 પછીનું જ રેકર્ડ ધ્યાને લેવાનું રહેશે.