અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 જાન્યુઆરી 2025ના રોજ બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેનો લાઈવ કોન્સર્ટ યોજાવાનો છે. આ કોન્સર્ટ માટેનું બુકિંગ 16 નવેમ્બર ને શનિવારે બપોરના 12:00 વાગ્યાથી શરૂ થયું હતું. જેની તમામ ટિકિટ 45 મિનિટમાં જ વેચાઈ ગઈ હતી.
અમદાવાદમાં હવે કોલ્ડપ્લેનો બીજા શૉ પણ યોજાશે
- Advertisement -
બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લેના ‘મ્યૂઝિક ઓફ ધ સ્પીયર્સ’ વર્લ્ડ ટૂર હેઠળ ભારતમાં ચોથા કોન્સર્ટની જાહેરાત કરવામાં આવી છે. કોલ્ડપ્લેનો આ ચોથો શૉ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 26 જાન્યુઆરી, 2025ના રોજ આયોજીત કરવાની જાહેરાત કરી છે.
બીજા શૉ માટે વેઇટિંગ બપોરે 12.45 વાગ્યે લાઇવ થયું હતું. બપોરે 1 વાગ્યાથી ટિકિટનું વેચાણ શરૂ થશે. એકવાર વેચાણ શરૂ થયા પછી, દરેક યુઝર અમદાવાદના તમામ શોમાં વધુમાં વધુ 4 ટિકિટ બુક કરી શકે છે.
કોલ્ડપ્લેનો યંગસ્ટર્સનો ઝબરદસ્ત ક્રેઝ
- Advertisement -
બુક માય શૉ દ્વારા શુક્રવારે બપોરે ટિકિટના વેચાણની જાહેરાત કરાઈ હતી અને શુક્રવાર રાત સુધીમાં જ લગભગ 1 લાખ લોકોએ બુક માય શૉ પર ટિકિટની ખરીદીમાં રસ બતાવી દીધો હતો. આજ બપોર સુધીમાં આ આંકડો વધીને બે લાખને પાર થઈ જવાની શક્યતા હતી. પરંતુ માત્ર 45 મિનિટમાં બધી ટિકિટ વેચાય જતા 26મી જાન્યુઆરીએ બીજા શૉની જાહેરાત કરવામાં આવી છે.
સ્ટેડિયમ 1 લાખ લોકોની કેપેસિટી ધરાવે છે
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 10 અલગ અલગ પ્રકારના સ્ટેન્ડ દર્શકો માટે બનાવાયા છે. સ્ટેડિયમમાં લાઈવ કોન્સર્ટ માટેની કેપેસિટી 1 લાખ જેટલી છે તે જોતાં બુકિંગ શરૂ થયાની મિનિટોમાં જ તમામ ટિકિટો વેચાઈ જશે એવું લાગે છે.