આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે, 2 થી 4 ડિસેમ્બર સૌરાષ્ટ્ર,દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના
ગુજરાતમાં તાજેતરમાં આવેલ માવઠાએ ભારે વિનાશ કર્યા બાદ ફરી એકવાર ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગે ફરી એકવાર રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. વિગતો મુજબ આજથી 5 ડિસેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ પહેલા ગઈકાલે જ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે કે, 1 થી 5 ડિસેમ્બર ગુજરાતના હવામાનમાં પલટો આવશે.
- Advertisement -
આજથી 5 ડિસેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના હવામાન વિભાગે રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે. જે મુજબ આજથી 5 ડિસેમ્બર સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરાઇ છે. મહારાષ્ટ્રના દરિયામાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી છે તો 2થી 4 ડિસેમ્બર દરમિયાન દક્ષિણ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.