રાજકોટમાં ગેમ ઝોન દુર્ઘનામાં 27 માસૂમ લોકોનાં મોત નિપજ્યા છે. આ સમગ્ર મામલે SIT દ્વારા તપાસ શરૂ કરી છે.
આગકાંડમાં પોલીસની તપાસમાં એક પણ પોલીસને જવાબદાર ઠેરવવામાં આવ્યા નથી. જ્યારે આજે ગાંધીનગરમાં SIT IPS તથા IAS અધિકારીઓની પૂછપરછ કરી શકે છે.
- Advertisement -
રાજકોટ TRP ગેમઝોન આગકાંડ મામલે પોલીસની તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસની તપાસમાં એક પણ પોલીસને જવાબદાર ઠેરવવામાં આવ્યો નથી. પોલીસ અધિકારીઓને ક્લીન ચીટ મળી છે. પોલીસ માત્ર ટિકિટ વહેંચણી માટે મંજૂરી આપતા હોવાનો ઉલ્લેખ કરાયો છે. પોલીસ વિભાગની ટિકિટની મંજૂરી હોવાથી ઘટના સાથે લેવાદેવા ન હોવાનો ઉલ્લેખ કરાયો છે. પોલીસનાં એકપણ અધિકારી સામે ગુનો નહી નોંધાય. તેમજ પોલીસ અધિકારીઓનાં નિવેદન લઈને જવા દેવાયા છે.
છેલ્લા 2 દિવસમાં ગાંધીનગરમાં 10 લોકોની કરાઈ છે પૂછપરછ
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે ત્રીજા દિવસે ગાંધીનગરમાં SIT દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવનાર છે. આજે SIT કર્મચારી-અધિકારીઓની પૂછપરછ કરશે. રાજકોટ મનપા તથા પોલીસ કર્મચારીઓ-અધિકારીઓની પૂછપરછ થશે. રાજકોટ IPS તથા IAS અધિકારીઓની પણ પૂછપરછ થઈ શકે છે. છેલ્લા 2 દિવસમાં ગાંધીનગરમાં 10 લોકોની પૂછપરછ કરાઈ છે. તેમજ રાજકોટ મનપા, ફાયર, પોલીસ કર્મચારીઓની પૂછપરછ કરાઈ છે.