છ અન્ય લોકોની હાલત ગંભીર છે
પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
પંજાબના અમૃતસરના મજીઠા વિસ્તારમાં ઝેરી દારૂ પીવાથી 14 લોકોના મોત થયા છે જ્યારે છ લોકોની હાલત ગંભીર છે.
- Advertisement -
મૃતકોમાં ચાર મરાડી કલા ગામનાં છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. કારણ કે અનેક લોકો ગંભીર છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે લોકોએ અમાન્ય ઝેરીલો શરાબ પીધો હતો. શરાબ સપ્લાય કરનારની ધરપકડ કરી લેવાઈ છે. પોલીસે શરાબ વિક્રેતાઓની તલાશ શરૂ કરી દીધી છે. મૃતકોનાં શબને પીએમ માટે મોકલાયા છે. જેથી મોતના કારણોની પુષ્ટિ થાય. આ ઘટના બાદ રાજનીતિક દળોએ સરકાર પર નિશાન સાધ્યું છે. અને દોષિતો સામે સખ્ત કાર્યવાહી અને પીડિત પરિવારોને વળતર આપવાની માંગ કરી છે.સરકારે મામલાની ગંભીરતાને લઈને તપાસના આદેશ આપ્યા છે.ઉલ્લેખનીય છે કે, પંજાબમાં આ ઝેરી શરાબ કાંડની ત્રણ વર્ષમાં ચોથી ઘટના છે.