- વેરો ન ભરનારાઓની મિલકતો સીલ કરી નોટિસ ફટકારાઈ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર આનંદ પટેલની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ 2023-24ની રિકવરી ઝુંબેશની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં 20 મિલ્કતો સીલ, 10 મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ, 10 નળ કનેક્શન ક્પાત અને રૂા. 34.45 લાખની રિકવરી ₹
કરાઈ હતી.
વોર્ડ નં. 4માં કુવાડવા રોડ પર આવેલ શિવરંજની પાર્કમાં 1 યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂા. 45,000, કુવાડવા રોડ પર આવેલ જય ગુરુદેવ પાર્કમાં 1 યુનિટની નોટિસ સામે રિકવરી રૂા. 35,000, વોર્ડ નં. 6માં સંત કબીર રોડ પર આવેલ પારૂલ કોમ્પ્લેક્ષમાં ફર્સ્ટ ફ્લોર-104 ને સીલ,
- Advertisement -
સંત કબીર રોડ પર આવેલ પારૂલ કોમ્પ્લેક્ષમાં ફર્સ્ટ ફ્લોર 110ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂા. 56,685, સંત કબીર રોડ પર આવેલ પારૂલ કોમ્પ્લેક્ષમાં ફર્સ્ટ ફ્લોર 111ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂા. 59,001, વોર્ડ નં. 7માં ઢેબર રોડ પર આવેલ એસ.ટી.બસ પોર્ટની 11 દુકાનો સીલ કરવામાં આવી હતી અને વોર્ડ નં. 11માં મવડી વિસ્તારમાં શાલીભદ્ર એવેન્યુમાં 10 નળ કનેક્શન કપાત,
40 ફૂટ રોડ પર આવેલ શિવમ એપાર્ટમેન્ટ શોપ નં. 5ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂા. 55,820, વોર્ડ નં. 13માં સમ્રાટ ઈન્ડ એરિયામાં 1-યુનિટને નોટિસ, ગોકુલનગરમાં 1-યુનિટને નોટીસ ફટકારવામાં આવી હતી અને વોર્ડ નં. 18માં કોઠારીયા રોડ પર આવેલસોમનાથ ઈન્ડ એરિયામાં 1 યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂા. 80,280, કોઠારીયા રોડ પર આવેલ મહાદેવ ઈન્ડ એરિયામાં 1 યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂા. 90,136, ઢેબર રોડ પર આવેલ કામનાથ પોલીફીકટ્સના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રિકવરી રૂા. 1.35 લાખ,
ઢેબર રોડ પર આવેલ ઓમ રુબ્બેર પ્રોડ્યુકટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂા. 1.09 લાખની રિકવરી કરવામાં આવી હતી. શહેરના અનેક વિસ્તારોમાં વેરો ન ભરનારાઓની મિલકત સીલ કરવામાં આવી હતી.