By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    6 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    6 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
    2 hours ago
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    3 hours ago
    ICMR અને NINનો રિપોર્ટ : જંક ફૂડનું વેચાણ 150% વધ્યું
    3 hours ago
    મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં
    1 day ago
    ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    3 hours ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    1 day ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    3 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    4 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    4 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 hours ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 4.08 લાખ કરોડનું બજેટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > 4.08 લાખ કરોડનું બજેટ
ગુજરાત

4.08 લાખ કરોડનું બજેટ

Khaskhabar Editor
Last updated: 2026/02/18 at 4:28 PM
Khaskhabar Editor 5 months ago
Share
12 Min Read
SHARE

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં નાણાંકીય વર્ષ 2026-27નું બજેટ રજૂ કર્યું

કોમનવેલ્થને લઈ અમદાવાદને ‘ઓલિમ્પિક રેડી સિટી’ બનાવવા ₹1278 કરોડની ફાળવણી: કરાઈમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 100 કરોડ

- Advertisement -

ઉઈંઅક 112 જનરક્ષકમાં 3 હજાર અને મહેસૂલમાં 1456 લોકોની ભરતી થશે

3.15 લાખ નવા આવાસ, આંગણવાડી કેન્દ્રો અને 5 નવી ૠઈંઉઈ સહિતની મહત્વની જાહેરાતો કરાઈ

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના ત્રીજા દિવસે રાજ્યનું ભાવિ નક્કી કરતું નાણાકીય વર્ષ 2026-27નું બજેટ રજૂ કર્યું. નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. જેમાં ખાસ કરીને આવાસ યોજના, આંગણવાડી કેન્દ્રો તથા 5 નવી ૠઈંઉઈ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતનું 4,08,053 કરોડનું વિક્રમી બજેટ જાહેર કરવામાં આવ્યું છે. સરકારનું સર્વગ્રાહી અને સર્વ સમાવેશી અભિગમ અપનાવતું પાંચ સ્તંભ-સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતર માળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ પર આધારિત વર્ષ 2026-27નું ₹4 લાખ 8 હજાર 53 કરોડનું (₹4,08,053 કરોડ) વિક્રમી અંદાજપત્ર કરાયું હતું.

બજેટ પોથી પર બીના હસમુખ પટેલે વારલી ચિત્રકલા દોરી
બજેટ પોથી પર બીના હસમુખ પટેલે વારલી ચિત્રકલા દોરી છે. તેઓ છેલ્લા ચાર વર્ષથી બજેટ પોથી પર ચિત્ર દોરી આ સેવા આપી રહ્યા છે.

જૂની શરતની જમીનોની નવી વ્યાખ્યા
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો, મધ્યમ વર્ગ અને ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને તાજેતરમાં મહત્ત્વના નીતિગત નિર્ણયો લેવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીની નવી, અવિભાજ્ય કે પ્રતિબંધિત શરતની જમીનો હવે સ્વમેળે ‘જૂની શરત’ની ગણાશે. આનાથી ખેડૂતોને પ્રીમિયમ ભરવામાંથી મુક્તિ મળશે.

ઘરના ઘરનું સપનું જોતાં પરિવારો માટે ખુશખબર!

3.15 લાખ નવા આવાસ અને મફત અનાજની જાહેરાત

₹4272 કરોડની ફાળવણી

નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના ત્રીજા દિવસે રાજ્યનું ભાવિ નક્કી કરતું નાણાકીય વર્ષ 2026-27નું બજેટ રજૂ કર્યું. નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. આ વર્ષનું બજેટ માત્ર આંકડાઓની માયાજાળ નહીં, પરંતુ આગામી કોમનવેલ્થ ગેમ્સ અને મહાનગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલું ‘માસ્ટરસ્ટ્રોક’ સાબિત થઈ શકે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, ડો. આંબેડકર આવાસ યોજના અને હળપતિ આવાસ જેવી યોજનાઓ અંગે મહત્ત્વની જાહેરાત કરાઈ છે. ગરીબ અને વંચિતોના વિકાસ માટે સરકાર આવાસ, અન્ન સુરક્ષા, પોષણ વગેરેને અગ્રિમતા આપે છે. આ બજેટમાં ઘરનું ઘર સ્વપ્નને પરિપૂર્ણ કરવા ગરીબો માટે 3.15 લાખ નવા આવાસો પૂરા પાડવાનું આયોજન છે.

75 લાખ ગરીબ પરિવારને વિનામૂલ્યે અનાજ

ઙખ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 75 લાખ પરિવારોને વિનામૂલ્યે અનાજ આપવાનું ચાલુ રહેશે.

દરેક ઘરે શુદ્ધ પાણી પહોંચાડવા 100 કરોડની ફાળવણી
ઘર સુધી નિયમિત ગુણવત્તાયુકત પાણી પહોંચાડવું એ અમારી સરકારની પ્રતિબદ્ધતા છે. 32 શહેરી સ્થાનિક સંસ્થાઓના વિસ્તારોમાં પાણી પુરવઠા વ્યવસ્થા મજબૂત બનાવવા મિશન-દૈનિક પાણી પુરવઠો- જીવન ધારા અમલમાં મૂકવામાં આવશે. જેના માટે ₹100 કરોડની જોગવાઇ કરું છું.
2463 નવી બસો મૂકાશે
જાહેર પરીવહનમાં નાગરિકોની સલામતી અને સગવડતાને ધ્યાને લઇ આધુનિક ટેકનોલોજી ધરાવતી 2463 જેટલી નવી બસો, જેમાં 500 અઈ ઈલેકટ્રીક બસો મૂકવામાં આવશે. તેમજ આદિજાતિ વિસ્તારમાં વસતાં ભાઇ-બહેનો, વિદ્યાર્થીઓ તથા ઔદ્યોગિક વિસ્તારોમાં કામ અર્થે આવતા શ્રમિકો માટે 500 મીની બસ મૂકવામાં આવશે. જેના માટે કુલ ₹1286 કરોડની જોગવાઇ.
અરવલ્લી પર્વતમાળા આસપાસ ગ્રીન બેલ્ટ
અરવલ્લી પર્વતમાળાની આસપાસ ગ્રીન બેલ્ટ બનાવવાના હેતુથી તેમજ રાજ્યની પ્રમુખ નદીઓના બંને કાંઠે વૃક્ષોના સઘન વાવેતર થકી ધોવાણ અટકાવવા માટે ₹32 કરોડની જોગવાઇ. આ ઉપરાંત કચ્છ અને અન્ય વન વિસ્તારમાં ગાંડા બાવળને દૂર કરી તેના સ્થાને બામ્બૂ (વાંસ) સહિત અન્ય સ્થાનિક વૃક્ષોનું વાવેતર કરવા તેમજ કચ્છના બન્ની ઘાંસીયા મેદાનમાં ગ્રાસલેન્ડ રીસ્ટોરેશન માટે ₹97 કરોડની જોગવાઇ.
ગુજરાતને ડમ્પ ફ્રી રાજ્ય બનાવવાનો પ્લાન
ગુજરાત ડમ્પ ફ્રી રાજ્ય બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. જેના ભાગરૂપે ડમ્પ સાઇટ પર સંગ્રહિત 253 લાખ મેટ્રીક ટનથી વધુ કચરાને વૈજ્ઞાનિક રીતે દૂર કરેલ છે. તેમજ બાકી રહેતી તમામ સાઇટને ડમ્પ ફ્રી કરી તેનો ઉપયોગ જાહેર હેતુ માટે કરવાનું આયોજન છે.

જજ્ઞઞ માટે 236 કરોડની જોગવાઈ
વિશ્ર્વના આઇકોનિક પ્રવાસન સ્થળ તરીકે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ઉભરી આવ્યું છે. પરિવહન, હોસ્પિટાલિટી અને હસ્તકળા જેવા ક્ષેત્રોમાં રોકાણને મોટો વેગ મળ્યો છે. જેણે સ્થાનિક આદિવાસી સમુદાય માટે વિશાળ રોજગારીની તકોનું સર્જન કર્યું છે. આ વિસ્તારની આંતરમાળખાકીય સુવિધાઓ વધારવા માટે ₹236 કરોડની જોગવાઇ કરાઈ.

સિંચાઈ, ગૌસેવા અને કૃષિ ટેકનોલોજી પર વિશેષ ભાર

‘જગતના તાત’ માટે મોટી જાહેરાતો

ખાસ-ખબર ન્યૂઝ ઈં રાજકોટ

ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં ખેડૂતો, પશુપાલકો અને ગૌસેવાને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા છે. ‘વાવણીથી વેચાણ સુધી’ ખેડૂતોની પડખે રહેવાના સંકલ્પ સાથે સરકારે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો માટે મોટી જાહેરાતો કરી છે. ખાસ કરીને સિંચાઈ સુવિધાઓના વિસ્તાર અને ગૌવંશના સંરક્ષણ માટે બજેટમાં માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે.

આર્થિક કવચ અને ટેકાના ભાવ
ક્ષ સરકારે ખેડૂતોને આર્થિક રીતે સધ્ધર બનાવવા માટે ₹11,000 કરોડથી વધુનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે, જેનો લાભ રાજ્યના 33 લાખ ખેડૂતોને મળશે.
ક્ષ મગફળી, કપાસ અને સોયાબીન જેવા પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ₹18,000 કરોડ ચૂકવવામાં આવ્યા છે.
ક્ષ ખેડૂતોને સસ્તું ધિરાણ મળી રહે તે માટે કિસાન ક્રેડિટ કાર્ડ (ઊંઈઈ) વ્યાજ સહાય પેટે ₹1539 કરોડ ફાળવાયા છે.
જળ સંસાધનોના વ્યવસ્થાપન માટે ₹3043 કરોડની જોગવાઈ
કચ્છ: સિંચાઈ સુવિધાઓ માટે ₹1333 કરોડ.
ઉત્તર ગુજરાત: સુજલામ સુફલામ પાઈપલાઈન માટે ₹1237 કરોડ.
સૌરાષ્ટ્ર: ‘સૌની’ (જઅઞગઈં) યોજનાના કામો માટે ₹473 કરોડ.
નળકાંઠા: અમદાવાદના અંતરિયાળ ગામો માટે ₹958 કરોડના ખર્ચે બીજા તબક્કાની કામગીરી.

કઈ યોજના-ક્ષેત્ર માટે કેટલું
બજેટ ફાળવાયું?
કૃષિ યાંત્રિકીકરણ સહાય: ₹1565 કરોડ
કિસાન ક્રેડિટ કાર્ડ વ્યાજ સહાય: ₹1539 કરોડ
સિંચાઈ યોજનાઓ (કુલ): ₹3043 કરોડ
ગૌ માતા પોષણ યોજના: ₹500 કરોડ
મત્સ્યોદ્યોગ વિકાસ: ₹1340 કરોડ

કાયદો અને વ્યવસ્થા વધુ મજબુત બનાવવા 3000ની ભરતી
કાયદો અને વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા તેમજ માર્ગ સલામતીના પગલા વધારવા રાજ્યની કટોકટી સેવાઓને ડાયલ-112 જનરક્ષક પ્રોજેકટ હેઠળ આવરી લીધેલ છે. જેથી ઇમરજન્સી રિસ્પોન્સ સમયમાં વધુ ઘટાડો થશે. જેના અસરકારક અમલીકરણ માટે વિવિધ સંવર્ગનું ત્રણ હજાર માનવબળ ઊભુ કરવાનું આયોજન છે. ગુજરાત પોલીસ માટે ઉફફિં ઋીતશજ્ઞક્ષ ઈયક્ષિયિં ઈયક્ષિયિં જ્ઞર ઊડ્ઢભયહહયક્ષભય રજ્ઞિ અઈં શક્ષ ઙજ્ઞહશભશક્ષલની સ્થાપના કરવામાં આવશે. જે તમામ મહત્વપૂર્ણ પોલીસ ડેટાનું સંકલન કરી વિશ્ર્લેષણ કરશે. આ પ્રોજેકટ માટે ₹60 કરોડની જોગવાઇ.
પોલીસ કર્મચારીઓના આવાસ માટે ₹1571 કરોડની જોગવાઈ
રાજ્યના કાયદો અને વ્યવસ્થા તેમજ પ્રજાજનોની સુરક્ષા માટે સતત ખડેપગે રહેતા પોલીસ કર્મચારીઓ માટે અત્યાધુનિક ટેકનોલોજીથી આગામી પાંચ વર્ષમાં 20444 જેટલા રહેણાક મકાનો પૂરા પાડવા માટેનું આયોજન છે. જે માટે આ બજેટમાં ₹1571 કરોડની જોગવાઇ.
સોમનાથને ‘ગ્લોબલ ડેસ્ટિનેશન’ તરીકે વિકસાવાશે
વારંવાર થયેલા હુમલા છતાં પણ 1 હજાર વર્ષ પૂર્વેથી સોમનાથ મંદિર લોકોની અતૂટ આસ્થાના કારણે આજે પણ ગર્વભેર અડીખમ ઊભું રહ્યું છે. સરકારે સોમનાથ જેવી પવિત્ર વિરાસત સાથે વિકાસને જોડીને વિકાસ ભી, વિરાસત ભીના મંત્રને સાકાર કર્યો છે. વડાપ્રધાનના ‘વન સ્ટેટ : વન ગ્લોબલ ડેસ્ટિનેશન’ના વિઝનને સાકાર કરવા સોમનાથને ‘ગ્લોબલ ડેસ્ટિનેશન’ તરીકે વિકસાવવાનો પ્લાન ઘડવામાં આવ્યો છે.

2026ને ગુજરાત પ્રવાસન વર્ષ જાહેર કરાયું
ગુજરાત પાસે સફેદ રણના સૌંદર્યથી દરિયાના ઘૂઘવતાં મોજા સુધી, સૂર્યમંદિરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી, ગીરની ગર્જનાથી સોમનાથ સુધી પ્રકૃતિનું વૈવિધ્ય અને સંસ્કૃતિનો અદ્વિતીય સંગમ છે. ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ફલક પર પ્રસ્થાપિત કરવા 2026ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરું છું.

બજેટમાં શિક્ષણ વિભાગ માટે ₹63,184 કરોડની જોગવાઈ

ફ્રી બસ પાસ, સ્કોલરશિપ, પુસ્તકો, શાળા સહિતની જાહેરાતો

ખાસ-ખબર ન્યૂઝ ઈં રાજકોટ

ગુજરાત વિધાનસભા સત્રમાં આજે 18 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2026-2027નું બજેટ રજૂ કર્યું, કનુ દેસાઇએ સતત પાંચમી વખત બજેટ રજૂ કરતાં નવો વિક્રમ બનાવ્યો, આ વખતે ગુજરાતના બજેટનું કદ 4,08,053 કરોડ છે. તેમજ 974 કરોડની પુરાંતવાળુ અંદાજપત્ર રજૂ કર્યું છે જેમાં શિક્ષણ વિભાગ માટે કુલ રૂ. 63 હજાર 184 કરોડની જાહેરાત કરવામાં આવી છે.

શિક્ષણ માટે બજેટમાં શું-શું?
ક્ષ મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના માળખાગત સુધારણા માટે રૂ. 3055 કરોડની જોગવાઇ
ક્ષ નમો લક્ષ્મી યોજના માટે રૂ. 1250 કરોડ, છઝઊના વિદ્યાર્થીઓ માટે રૂ. 827 કરોડની જોગવાઈ
ક્ષ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના માટે રૂ. 598 કરોડની જોગવાઇ
ક્ષ પી.એમ. પોષણ યોજના અંતર્ગત 74 તાલુકામાં આધુનિક સેન્ટ્રલાઇઝડ કિચન નિર્માણ કરાશે
ક્ષ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત અંદાજે 2 લાખ 50 હજાર વિદ્યાર્થીઓને સહાય 250 કરોડ રૂપિયાની સહાય અપાશે
ક્ષ જ્ઞાનશક્તિ રેસિડેન્શીયલ સ્કૂલ્સ ઓફ એકસલન્સ માટે રૂ.223 કરોડ
ક્ષ એસ.ટી. નિગમની બસોમાં મુસાફરી કરતા આશરે 13 લાખ વિદ્યાર્થીઓને બસ પાસ ફી ક્ધસેશન યોજના માટે રૂ. 223 કરોડ
ક્ષ 31 હજાર 790 શાળાઓને સ્વચ્છતા સહાયમાં બમણો વધારો. રૂ. 135 કરોડ
ક્ષ ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં એક જ કેમ્પસમાં બાલવાટિકાથી ધોરણ 10 સુધીનું શિક્ષણ પૂરું પાડવા સંકલિત શાળાઓના નવા બાંધકામ માટે રૂ. 120 કરોડ
ક્ષ પ્રાથમિક શાળાના અંદાજે 52 લાખથી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્યપુસ્તક પૂરા પાડવા રૂ. 119 કરોડ
ક્ષ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત 18 લાખ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્યપુસ્તક પૂરા પાડવા રૂ. 112 કરોડ
ક્ષ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના હેઠળ અંદાજે 1 લાખ વિદ્યાર્થીઓને સહાય આપવા રૂ.100 કરોડ
ક્ષ ધોરણ-6થી12 માં અભ્યાસ કરતી 9.72 લાખ વિદ્યાર્થિનીઓને સેનેટરી નેપકિન માટે રૂ. 47 કરોડ

વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ માટે ₹95 કરોડની જોગવાઈ
ઙખ મોદીના ડ્રીમ પ્રોજેકટ એવા ભારતની પ્રાચીન સંસ્કૃતિની અનુભૂતિ કરાવતું નેશનલ મેરીટાઇમ હેરીટેજ મ્યુઝિયમ લોથલ ખાતે નિર્માણ પામી રહ્યું છે. રાજ્યના પ્રવાસન સ્થળો ખાતે એક હજાર ટુરિસ્ટ ગાઇડને તાલીમ આપી તૈયાર કરવાનું આયોજન છે. ઉપરોક્ત આયોજનો માટે કુલ ₹95 કરોડની જોગવાઇ. રાજ્યની પરંપરા, મહેમાનગતિ અને ઐતિહાસિક ભવ્યતા સાથે વેડ ઇન ગુજરાત (ઠયમ શક્ષ ૠીષફફિિ)ં કેમ્પેઇન દ્વારા ગુજરાતની વેડિંગ ડેસ્ટીનેશન તરીકે આગવી ઓળખ ઊભી કરવામાં આવશે.
5 નવા સેટેલાઈટ ટાઉન
રાજ્યમાં આવેલ મોટા શહેરો પરનું ભારણ ઘટે અને રોજગારીની નવી તકો ખુલે તે હેતુથી મુખ્ય શહેરોની નજીક આધુનિક સુવિધાઓ સાથે પાંચ નવા સેટેલાઇટ ટાઉન વિકસાવવામાં આવશે. જેમાં કલોલ, સાણંદ, સાવલી, બારડોલી અને હિરાસરના વિકાસનું આયોજન છે. જેને રીજનલ રેપિડ ટ્રાન્ઝીટ સિસ્ટમથી મોટા શહેરો સાથે જોડવામાં આવશે.
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે ₹5600 કરોડ
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગામ અને તેના પરાઓના જોડાણ તેમજ રસ્તાઓના રખરખાવ તથા કોઝવેના સ્થાને ઊંચા પુલ બનાવવાની કામગીરી કરવામાં આવે છે. જે માટે ₹5600 કરોડની જોગવાઇ.
‘ગરવી ગુજરાત હાઈ-સ્પીડ કોરિડોર’ માટે ₹800 કરોડ
રાજ્યના અલગ અલગ વિસ્તારોના આશરે 1155 કિ.મી. લંબાઈના રસ્તાઓને ‘ગરવી ગુજરાત હાઈ-સ્પીડ કોરિડોર’ તરીકે ઘોષિત કર્યા છે. જે રાજ્યના સર્વાંગી વિકાસ, રોજગાર અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચરની દિશામાં મહત્વપૂર્ણ કડી છે. જેના માટે ₹800 કરોડની જોગવાઇ.

You Might Also Like

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

શાપર-વિરવા મુખ્ય માર્ગ બિસ્માર : ખાડાઓના સામ્રાજ્યથી વાહનચાલકો અને ગ્રામજનો ત્રાહિમામ

બેડીપરા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા : ઓછા ફોર્સ અને ડહોળા પાણીથી રહેવાસીઓ પરેશાન

રાજકોટ પર મેઘરાજાની મેહર : શહેરમાં સરેરાશ બે ઇંચ વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર

અમદાવાદમાં મેઘ કહેર : પોશ સોસાયટી પાણીમાં ડૂબતાં આર્મીની મદદ લેવી પડી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
Next Article રાજ્યસભાની 37 બેઠકો માટે ચૂંટણી જાહેર: 16 માર્ચે મતદાન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
TALK OF THE TOWNરાજકોટ

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
શાપર-વિરવા મુખ્ય માર્ગ બિસ્માર : ખાડાઓના સામ્રાજ્યથી વાહનચાલકો અને ગ્રામજનો ત્રાહિમામ
બેડીપરા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા : ઓછા ફોર્સ અને ડહોળા પાણીથી રહેવાસીઓ પરેશાન
રાજકોટ પર મેઘરાજાની મેહર : શહેરમાં સરેરાશ બે ઇંચ વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર
અમદાવાદમાં મેઘ કહેર : પોશ સોસાયટી પાણીમાં ડૂબતાં આર્મીની મદદ લેવી પડી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

શાપર-વિરવા મુખ્ય માર્ગ બિસ્માર : ખાડાઓના સામ્રાજ્યથી વાહનચાલકો અને ગ્રામજનો ત્રાહિમામ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

બેડીપરા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા : ઓછા ફોર્સ અને ડહોળા પાણીથી રહેવાસીઓ પરેશાન

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?