By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    14 hours ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    15 hours ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    3 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    6 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    એન્ટિ પેપર બિલ રજૂ થતાં જ વિપક્ષનો હોબાળો : બંને ગૃહ સ્થગિત
    13 hours ago
    પ્રદર્શન પર પોલીસની બર્બરતા અયોગ્ય : સુપ્રીમ કોર્ટ
    14 hours ago
    ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
    3 days ago
    અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
    3 days ago
    આસામમાં ભયાનક પૂર : 24 કલાકમાં 14નાં મોત
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    15 hours ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    4 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    5 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    7 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    15 hours ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભગવાન શ્રી મહાવીર સ્વામી જન્મકલ્યાણક મહોત્સવ ઉજવાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ભગવાન શ્રી મહાવીર સ્વામી જન્મકલ્યાણક મહોત્સવ ઉજવાશે
રાજકોટ

ભગવાન શ્રી મહાવીર સ્વામી જન્મકલ્યાણક મહોત્સવ ઉજવાશે

Khaskhabar Editor
Last updated: 2024/04/19 at 5:39 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

‘ખાસ-ખબર’ કાર્યાલયની આજરોજ સેજલભાઈ કોઠારી, શૈલેષભાઈ માઉ, રાજેશભાઈ મોદી, ધીરેનભાઈ, અમીત લાખાણી, હિતેષભાઈ શાહ, હિમાંશુ પારેખ, કેવીન ઉદાણી, વિશાલભાઈ, ચંદ્રેશભાઈ શેઠ, ઉમંગ ગોસલીયાએ મુલાકાત લીધી હતી.

જૈન શ્રેષ્ઠીવર્ય જીતુભાઈ બેનાણી દ્વારા ફ્લોટ્સને સબસીડી, વેશભૂષા સ્પર્ધાના તમામ સ્પર્ધકો, નવપદનાં 108 બાળકોને ગીફ્ટ અને વિજેતાને ઈનામો અપાશે

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19

આગામી 21 એપ્રિલના રોજ જૈનમ્ના સંકલન દ્વારા રાજકોટનો સમસ્ત જૈન સમાજ ભગવાન શ્રી મહાવીર સ્વામી જન્મકલ્યાણક મહોત્સવમાં આ વખતની ભવ્ય અને દર્શનીય ધર્મયાત્રા મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે થવા જઈ રહી છે, જેમાં અનેકવિધ ફ્લોટ, અનુકંપારથ, પ્રભુજીનો ચાંદીનો રથ, વીરપ્રભુનું પારણું, મ્યુઝિકલ બેન્ડ, કળશધારી બહેનો, વેશભૂષામાં સજજ બાળકો જોડાવાના છે એવી સુંદર ધર્મયાત્રા અને ધર્મયાત્રા પૂર્ણ થયે યોજાનાર ધર્મસભા કે જેમાં અનેક સાધુ-સાધ્વીજી ભગવંતો આશિર્વચન પાઠવશે, સમાજ શ્રેષ્ઠીઓ પ્રેરક ઉદ્બોધન આપશે.

અલગ અલગ સ્પર્ધાના વિજેતાઓને ઈનામોથી નવાજવામાં આવશે તેવી ધર્મસભા તથા ધર્મયાત્રાના આ વખતના અધ્યક્ષ તરીકે જાણીતા ઉદારદિલ દાનવીર દાતા એવા દામિનીબેન પિયુષભાઈ કામદારની વરણી કરવામાં આવી છે. ધર્મયાત્રામાં જોડાતા તમામ ફ્લોટ ધારકોને આર્થિક સહયોગ મળી રહે તેવા હેતુથી ખર્ચને પહોંચી વળવા માટે સબસીડી, જન્મ કલ્યાણકના દિવસે યોજાતી વેશભૂષા સ્પર્ધાના તમામ સ્પર્ધકોને ગીફ્ટ તેમજ આ સ્પર્ધામાં વિજેતા થનાર બાળકોને ઈનામો, આ ઉપરાંત નવ નવકાર મંત્રના પદના સ્ટેજમાં જેમાં કુલ 108 બાળકો ધર્મયાત્રાને સ્વાગત કરવાના છે તમામ બાળકોને એક સુંદર ગીફ્ટ જાણીતા જૈન અગ્રણી જીતુભાઈ બેનાણી દ્વારા આપવામાં આવનાર છે. ધર્મયાત્રામાં જોડાનાર અનુકંપા રથ કે જેમાંથી ધર્મયાત્રાના રૂટ ઉપર ભાવિકોને પ્રભાવના વિતરણ કરવામાં આવશે તેનો લાભ નીતિનભાઈ કામદાર (જુલીયાના ફેશન) દ્વારા લેવામાં આવ્યો છે. ધર્મસભા પૂર્ણ થયે લાડુની પ્રભાવના હરેશભાઈ વોરા તથા રાજુભાઈ પારેખ દ્વારા કરવામાં આવનાર છે. હાલમાં પડી રહેલ ભયંકર તડકાના માહોલમાં શ્રાવકોને રક્ષણ માટે હિતેશભાઈ મહેતા દ્વારા 500 ટોપીનું વિતરણ કરવાની સેવા કરવામાં આવનાર છે.

- Advertisement -

તા. 20 ને શનિવારના રોજ રાત્રે 8-00 કલાકે યોજાનાર એનિમેશન શોનું ‘સાંજ સમાચાર’ના યુવા એડિટર કરણભાઈ શાહ તથા દાદાવાડી જિનાલય, માંડવી ચોકના પ્રમુખ જીતુભાઈ દેસાઈ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે. વેશભૂષા સ્પર્ધા કે જેમાં મોટી સંખ્યામાં બાળકો ભાગ લઈ રહ્યા છે તેવી આ સ્પર્ધાના સ્ટેજને ખારા પરિવારના વડીલો સર્વે વિરેન્દ્રભાઈ ખારા, ગીરીશભાઈ ખારા, જીતેન્દ્રભાઈ ખારા, સુનીલભાઈ ખારા વગેરે કરકમલો દ્વારા ખુલ્લુ મૂકવામાં આવશે. ભગવાન મહાવીર સ્વામીના બાળ સ્વરૂપને પ્રભુજીનું પારણું બનાવી ઝુલાવવામાં આવશે. આ પારણામાં ચાંદીથી બનેલા 14 સ્વપ્નો, ફળફળાદી વગેરેથી સજાવટ કરી બનાવવામાં આવશે, જે જોવું એ એક લ્હાવો છે. આ પ્રભુજીનું પારણુંના દાતા પ્રદીપભાઈ વોરા દ્વારા દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મૂકવામાં આવશે. રવિવારના રોજ જે પણ દેરાસરમાં ભગવાન શ્રી મહાવીર સ્વામી બિરાજમાન છે તે તમામ દેરાસરમાં પ્રભુજીની પ્રતિમાને વિશેષ આંગી જૈનમ્ દ્વારા કરવામાં આવશે.

ધર્મયાત્રાના રૂટ ઉપર ઠેર ઠેર યાત્રામાં જોડાયેલા શ્રાવકો માટે શાતાકારી સેવા અનેક સંસ્થા પરિવાર દ્વારા કરવામાં આવનાર છે, જેમાં કસ્તુરબા રોડ ખાતે સાંજ સમાચાર કોર્પોરેટ હાઉસ ખાતે સાંજ સમાચાર પરિવાર દ્વારા શરબત, સર્કિટ હાઉસ પાસે શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર દ્વારા લીંબુ પાણી, ફૂલછાબ ચોક ખાતે ફૂલછાબ દૈનિક પરિવારા દ્વારા શરબત, મોટી ટાંકી ચોક ખાતે નેમિનાથ વિતરાગ યુવક મંડળ દ્વારા પેક્ડ બોટલ, એવરસાઈન હોટલ સામે કિશોરભાઈ દોશી દ્વારા શરબત, લીમડા ચોક ખાતે પંચનાથ મંદિર દ્વારા છાશ, ત્રિકોણ બાગ ખાદી ભવન પાસે સુખડીયા કંદોઈ સમાજ દ્વારા શરબત, બાપુના બાવલા પાસે જેએસજી રાજકોટ એલીટ ગ્રુપ દ્વારા પેક્ટ બોટલ, રાજેશ્રી સિનેમા પાસે સ્થાનકવાસી પ્રતિક્રમણ મંડળ દ્વારા ઠંડા પીણાની બોટલ, દિવાનપરા પોલીસ ચોકી પાસે જયભાઈ ખારા, મનીષભાઈ કામાણી, જીતેશભાઈ મહેતાના સહયોગથી વરિયાળીનું શરબત વિગેરેની સેવા આપવામાં આવનાર છે. ગઈકાલે યોજાયેલી રંગોળી સ્પર્ધામાં 24 તિર્થંકરો જેટલી સંખ્યામાં 24 સ્પર્ધકોએ હોંશભેર ભાગ લીધો હતો. આ રંગોળી સ્પર્ધાનું ઉદ્ઘાટન દામિનીબેન પિયુષભાઈ કામદાર, ઝરણાબેન વિભાશભાઈ શેઠ, જાગૃતિબેન કમલેશભાઈ શાહના કરકમલો દ્વારા કરવામાં આવેલ હતું. ઉપરાંત સ્પર્ધા દરમિયાન મોનિટરીંગ અને બાળકોને પ્રોત્સાહન કાજલબેન જુગલભાઈ દોશી અને કામિનીબેન ભાવિનભાઈ ઉદાણી દ્વારા કરવામાં આવ્યું હતું. આ તમામ સ્પર્ધકોને સન્માનપત્ર તથા રોકડ પુરસ્કારના કવર અંકિતાબેન જયભાઈ ખારા, રૂપલબેન સેતલભાઈ સોલંકી, કવિતાબેન પારસભાઈ શેઠના વરદહસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.

આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ચિત્રનગરીના રૂપલબેન સેતલભાઈ સોલંકી, હેમાબેન મુકેશભાઈ વ્યાસ તથા અન્ય પરિવારના કવિતાબેન પારસભાઈ શાહ, શીતલબેન અમિષભાઈ દેસાઈ, વિરબેન ભાવિકભાઈ શાહએ સેવા આપી હતી. આજરોજ બપોરે 4થી 6 દરમિયાન ઓપન રાજકોટ ચિત્ર સ્પર્ધા યોજાનાર છે જેમાં 100થી વધુ સ્પર્ધકો ભાગ લેનાર છે. આ બંને સ્પર્ધાના રંગોળી અને ચિત્રો નિહાળવા માટે તા. 21-4 રવિવાર સુધી સવારે 8-00થી રાત્રે 10-00 કલાક સુધી વ્યવસ્થા કરવામાં આવી છે, જેનો તમામ જૈન સમાજ અને અન્ય સમાજના ભાઈ-બહેનોએ બહોળી સંખ્યામાં લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે. મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે આયોજિત અનેકવિધ કાર્યક્રમનું સંકલન જૈનમ્ના જીતુભાઈ કોઠારી, સુજીતભાઈ ઉદાણી તથા જયેશભાઈ વસા દ્વારા કરવામાં આવી રહ્યું છે અને વ્યવસ્થા માટે બનેલી અલગ અલગ કમિટીના મિત્રો દ્વારા તૈયારીઓને આખરીઓપ અપાઈ રહ્યો છે.

You Might Also Like

પાન, ફાકી, તમાકુ, ગુટખા અને સિગારેટના બંધાણી મંત્રદીક્ષા કે ગુરુપૂજન નહીં કરી શકે : ગુરુદક્ષિણામાં રોકડ નહીં બે વૃક્ષ વાવવાનો સંદેશ

આજથી જયાપાર્વતી વ્રતનો પ્રારંભ : સૌભાગ્યવતીઓએ મા પાર્વતીની આરાધના કરી

વિદ્યાર્થી આંદોલનને ‘રાષ્ટ્રવિરોધી’ ગણાવનાર પ્રિન્સિપાલ દિનેશ ડઢાણીયાને માનસિક રોગના ડૉક્ટરને બતાવાની જરુર છે : દિયાબા રાજપૂત

સૌરાષ્ટ્રના હિત માટે રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચ સ્થાપવા તમામ પ્રયાસો કરીશું : એડવોકેટ અમૃતા અભયભાઇ ભારદ્વાજ

માધાપર ચોકડી = ઍક્સિડેન્ટ ઝોન !

TAGGED: Rajkot, Shri Mahaveer Swami Janamkalyanak Mohotsav
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘મતદાન જરૂર કરો, વોટિંગનો નવો રેકોર્ડ બનાવો’ વડાપ્રધાન મોદીએ દેશના મતદારોને કરી અપીલ
Next Article જય સરદાર યુવા ગ્રુપ દ્વારા હરિદ્વાર ખાતે આત્માઓના મોક્ષાર્થે અસ્થિકુંભનું પૂજન, વિસર્જન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Kinnar Acharya

પ્રકૃતિ તો મબલખ આપે છે, આપણે ઝીલી શકવાની ક્ષમતા કેળવી નથી

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
એન્ટિ પેપર બિલ રજૂ થતાં જ વિપક્ષનો હોબાળો : બંને ગૃહ સ્થગિત
ગુજરાતમાં વધુ એક પરીક્ષાના પેપર લીક ? : BAMS ત્રીજા વર્ષની પરીક્ષાના પ્રશ્નો વાયરલ થયાનો આક્ષેપ
રાજકોટમાં રવિવારે સઘન વાહન ચેકીંગમાં છરી સાથે 61, દારૂ ઢીંચેલી હાલતમાં 46 ઝડપાયા
પ્રદર્શન પર પોલીસની બર્બરતા અયોગ્ય : સુપ્રીમ કોર્ટ
ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

પાન, ફાકી, તમાકુ, ગુટખા અને સિગારેટના બંધાણી મંત્રદીક્ષા કે ગુરુપૂજન નહીં કરી શકે : ગુરુદક્ષિણામાં રોકડ નહીં બે વૃક્ષ વાવવાનો સંદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

આજથી જયાપાર્વતી વ્રતનો પ્રારંભ : સૌભાગ્યવતીઓએ મા પાર્વતીની આરાધના કરી

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

વિદ્યાર્થી આંદોલનને ‘રાષ્ટ્રવિરોધી’ ગણાવનાર પ્રિન્સિપાલ દિનેશ ડઢાણીયાને માનસિક રોગના ડૉક્ટરને બતાવાની જરુર છે : દિયાબા રાજપૂત

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?