મેક્સિકોને હરાવી આર્જેન્ટિના રાઉન્ડ ઓફ 16 રેસમાં યથાવત્
આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ ફરી એકવાર વર્લ્ડકપમાં પોતાનું પરાક્રમ બતાવ્યું છે. મેક્સિકો સામેની મેચમાં, મેસ્સીએ એક ગોલ કર્યો અને બીજા ગોલમાં મદદ કરી, જેણે આર્જેન્ટિનાને મેક્સિકો પર 2-0થી જીત અપાવવામાં મદદ કરી. ફિફા વર્લ્ડકપ 2022માં ફરી એકવાર લિયોનેલ મેસ્સીનો જાદુ જોવા મળ્યો છે. મેક્સિકો સામે શનિવારે મોડી રાત્રે રમાયેલી મેચમાં આર્જેન્ટિનાએ 2-0થી જીત મેળવી હતી અને અહીં કેપ્ટન લિયોનેલ મેસીની કલાકારી જોવા મળી હતી, જેણે પોતાની ટીમ માટે આ વર્લ્ડકપમાં પ્રથમ ગોલ કર્યો હતો. તેના સિવાય યુવા ખેલાડી એન્ઝો ફર્નાન્ડિઝે પણ આર્જેન્ટિના માટે ગોલ કરીને પોતાની ટીમની જીત નિશ્ચિત કરી હતી. આર્જેન્ટિના માટે અહીંની જીત કેટલી મહત્વની હતી, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે.
- Advertisement -
કે આર્જેન્ટિનાએ ટીમમાં કુલ 5 ફેરફાર કર્યા હતા. મેચના પહેલા હાફમાં બંને ટીમો વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો, પરંતુ બીજા હાફમાં આર્જેન્ટિનાએ આ મેચ જીતી હતી, આજની મેચ ફિફા વર્લ્ડકપમાં લિયોનેલ મેસ્સીની 21મી મેચ હતી. આ સાથે જ તેણે આર્જેન્ટિનાના સર્વકાલીન મહાન ડિએગો મેરાડોનાના 21 મેચના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ઉપરાંત, લિયોનેલ મેસ્સીનો આ વર્લ્ડકપમાં 8મો ગોલ હતો. પ્રથમ હાફમાં મેક્સિકો મેસ્સીને રોકવામાં સફળ રહ્યું હતું. પરંતુ બીજા હાફમાં તે રોકી શક્ય નહીં અને લિજેન્ડ લિયોનેલ મેસ્સીએ પોતાનો જાદુ બતાવ્યો હતો.
ગ્રુપ-ઈમાં પોલેન્ડ ટોપ પર, આર્જેન્ટિનાના બીજા ક્રમે
આર્જેન્ટિનાના ગ્રુપની વાત કરીએ તો તે ગ્રુપ-ઈમાં છે, જેમાં તે હાલમાં બીજા નંબર પર છે. આર્જેન્ટિનાએ બે મેચ રમી છે, જેમાં એક જીતી છે અને એક હાર્યું છે. આર્જેન્ટિનાના કુલ 3 પોઈન્ટ છે, જ્યારે પોલેન્ડ ચાર પોઈન્ટ સાથે ગ્રુપમાં ટોપ પર છે.