આરજી મેડિકલ એન્ડ હોસ્પિટલમાં મહિલા ડોક્ટર સાથે રેપ અને તેની હત્યાની ઘટના બાદથી પશ્ચિમ બંગાળ સરકાર બેકફૂટ પર છે. આ ઘટના બાદ મમતા બેનર્જીએ એલાન કર્યુ હતું કે તેઓ દુષ્કર્મને લઇને કાયદો બનાવશે.
પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બંગાળ વિધાનસભામાં મહિલા સુરક્ષા પર બિલ રજુ કર્યુ. આના દ્વારા દુષ્કર્મના દોષીઓને ફાંસીની સજા આપવાની જોગવાઇ છે.. ટીએમસી સરકારમાં વિધાનસભામાં અપરાજિતા મહિલા અને બાલ વિધેયક રજુ કરવામાં આવ્યું હતું. આ બિલ અંતર્ગત પીડીતાનું મોત થવાના સંજોગોમાં દોષીતો માટે મૃત્યુંદડની જોગવાઇ છે.. વર્તમાન કાયદામાં પરિવર્તન બાદ આ બિલને રજુ કરવામાં આવ્યું છે. જે પાસ થઈ ગયું છે.
- Advertisement -
મમતા બેનર્જીએ કર્યુ હતું એલાન
આરજી મેડિકલ એન્ડ હોસ્પિટલમાં મહિલા ડોક્ટર સાથે રેપ અને તેની હત્યાની ઘટના બાદથી પશ્ચિમ બંગાળ સરકાર બેકફૂટ પર છે. આ ઘટના બાદ મમતા બેનર્જીએ એલાન કર્યુ હતું કે તેઓ દુષ્કર્મને લઇને કાયદો બનાવશે.
પશ્ચિમ બંગાળ વિધાનસભામાં રજૂ થયેલા અપરાજિતા મહિલા અને બાળ બિલની ત્રણ મુખ્ય બાબતો છે, જેમાં દુષ્કર્મના આરોપીઓને કઠોર સજા આપવાની જોગવાઇ છે.
- Advertisement -
બિલને લગતા સવાલ-જવાબ…
1. બિલનું નામ અને તેનો હેતુ શું છે?
જવાબ: બંગાળ સરકારે આ બિલને અપરાજિતા મહિલા અને બાળ બિલ 2024 નામ આપ્યું છે. તેનો ઉદ્દેશ્ય પશ્ચિમ બંગાળ ક્રિમિનલ લો એન્ડ એમેન્ડમેન્ટ બિલમાં ફેરફાર કરીને બળાત્કાર અને યૌન શોષણના કેસોમાં મહિલાઓ અને બાળકોની સુરક્ષા વધારવાનો છે.
2. દોષીતને ફાંસીની સજા ક્યારે થશે?
જવાબઃ જો બળાત્કાર દરમિયાન પીડિતાનું મૃત્યુ થાય અથવા તે કોમામાં જતી રહે તો આ સ્થિતિમાં બળાત્કારના ગુનેગારને ફાંસીની સજા થશે.
3. જો બળાત્કારીને આજીવન કેદની સજા આપવામાં આવે તો જેલની સજા શું થશે?
જવાબઃ બિલમાં કહેવામાં આવ્યું છે કે રેપ- ગેંગ રેપના દોષિતોને આજીવન કેદની સજા થવી જોઈએ. આમાં તેને આખી જિંદગી જેલ થશે. આ દરમિયાન તેને પેરોલ પણ નહીં મળે. વર્તમાન કાયદા હેઠળ, આજીવન કેદની લઘુત્તમ સજા 14 વર્ષની છે. આજીવન કેદની સજા ફટકાર્યા બાદ સજા માફ થઈ શકે છે અથવા પેરોલ મંજૂર થઈ શકે છે. સજા પણ ઘટાડી શકાય છે, પરંતુ દોષીતે 14 વર્ષ જેલમાં કાઢવા પડશે.
4. બિલમાં કઈ કલમમાં ફેરફાર કરવામાં આવ્યો છે?
જવાબ: બિલના ડ્રાફ્ટમાં ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 64, 66, 70(1), 71, 72(1), 73, 124(1) અને 124(2)માં ફેરફારનો પ્રસ્તાવ છે. આમાં મુખ્યત્વે બળાત્કાર, બળાત્કાર અને હત્યા, ગેંગરેપ, સતત ગુનો કરવો, પીડિતાની ઓળખ કરવી, એસિડ એટેકના કેસોનો સમાવેશ થાય છે. તેમાં કલમ 65(1), 65(2) અને 70(2) હટાવવાનો પ્રસ્તાવ છે. જેમાં 12, 16 અને 18 વર્ષથી ઓછી ઉંમરના ગુનેગારોને સજા થાય છે.
5. બળાત્કાર-હત્યા અને ગેંગરેપની તપાસ અંગેના બિલમાં શું છે?
જવાબઃ બિલના ડ્રાફ્ટ મુજબ બળાત્કારના કેસમાં તપાસ 21 દિવસમાં પૂરી થવી જોઈએ. આ તપાસ 15 દિવસ સુધી લંબાવી શકાય છે, પરંતુ તે માત્ર પોલીસ અધિક્ષક અને સમકક્ષ કક્ષાના અધિકારીઓ દ્વારા જ કરવામાં આવશે, તે પહેલા તેઓએ કેસ ડાયરીમાં લેખિતમાં કારણ જણાવવું પડશે.
6. શું રીઢા ગુનેગાર માટે કોઈ જોગવાઈ છે?
જવાબઃ બિલમાં આવા ગુનેગારોને આજીવન કેદની સજાની જોગવાઈ પણ છે. આમાં, ગુનેગારને જીવે ત્યાં સુધી જેલમાં રહેવું પડશે. આ ઉપરાંત દંડ પણ વસૂલવામાં આવશે.
7. શું બળાત્કાર અને હત્યાના કેસ માટે વિશેષ ટીમ બનાવવામાં આવશે?
જવાબ: ડ્રાફ્ટ બિલ મુજબ, જિલ્લા સ્તરે એક વિશેષ ટાસ્ક ફોર્સ બનાવવાનો પ્રસ્તાવ છે, જેનું નામ અપરાજિતા ટાસ્ક ફોર્સ હશે. જેની આગેવાની ડીએસપી કરશે. આ ટાસ્ક ફોર્સ નવી જોગવાઈઓ હેઠળ કેસોની તપાસ માટે જવાબદાર રહેશે.
8. પીડિતોને ઝડપી ન્યાય મળે તે સુનિશ્ચિત કરવા માટે કયા ફેરફારો પ્રસ્તાવિત છે?
જવાબ: બિલમાં કહેવામાં આવ્યું છે કે સ્પેશિયલ કોર્ટ અને સ્પેશિયલ તપાસ ટીમ બનાવવામાં આવશે. તેમને જરૂરી સંસાધનો અને નિષ્ણાતો પૂરા પાડવામાં આવશે, જેઓ બાળકોના યૌન શોષણને લગતા કેસ તપાસ કરશે. તેમનું કામ ઝડપી તપાસ હાથ ધરવાનું, ઝડપી ન્યાય આપવાનું અને પીડિતને થતા આઘાતને ઘટાડવાનું રહેશે.
9. બળાત્કારના કેસના મીડિયા રિપોર્ટિંગ માટે કોઈ નવો નિયમ?
જવાબ: હા, કોર્ટની કાર્યવાહી છાપવા અથવા પ્રકાશિત કરતા પહેલા મંજુરી મેળવવાની રહેશે. જો આમ ન કરવામાં આવે તો દંડની સાથે 3 થી 5 વર્ષની જેલની જોગવાઈ છે.
બિલની ખાસ વાતો
જો કોઈ મહિલા સાથે દુષ્કર્મ કર્યા પછી તેની હત્યા કરવામાં આવે છે, તો તે માટે આરોપીને મૃત્યુદંડ આપવામાં આવશે.
-જો કોઈ મહિલા સાથે દુષ્કર્મ થાય છે, તો આરોપીને આજીવન કેદની સજા આપવામાં આવશે.
-જો કોઈ સગીરા સાથે દુષ્કર્મ થાય છે, તો તે માટે આરોપીને 20 વર્ષની જેલ અને મૃત્યુદંડ બંનેની સજા આપવામાં આવે છે.
-આ બિલ કેન્દ્રીય સરકારના કાયદામાં સુધારો કર્યા પછી રજૂ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના દુષ્કર્મ અંગેના કાનૂનમાં સંપૂર્ણ રીતે ફેરફાર કરવામાં નહીં આવે, પરંતુ આ નવા કાનૂન દ્વારા 21 દિવસમાં ન્યાય સુનિશ્ચિત કરવામાં આવશે. જો 21 દિવસમાં નિર્ણય આવી શકતો નથી, તો પોલીસ અધિક્ષકની મંજૂરી સાથે 15 દિવસ વધુ મળશે. આ સંવર્તક સૂચિમાં છે અને દરેક રાજ્યને સુધારાની સત્તા છે.
-બિલ વિધાનસભામાં પાસ થયા પછી રાજ્યપાલ પાસે મોકલવામાં આવશે, જેમના હસ્તાક્ષર પછી આ કાયદાનું સ્વરૂપ ધારણ કરશે.એવી આશા છે કે રાજ્યપાલ સીએવી આનંદ બોઝને બિલ પર હસ્તાક્ષર કરવામાં કોઈ સમસ્યા ન આવે. રાજ્ય કાયદો રાજ્યપાલની મંજૂરીથી જ બનશે. જો રાજ્યપાલનુ વલણ આ બિલને કાયદામાં રૂપાંતરિત કરવા માટે સકારાત્મક ન બને, તો તે તેને રાષ્ટ્રપતિ પાસે મોકલી શકે છે.જોકે, રાજ્યપાલની મંજૂરી પ્રાપ્ત કરવી રાજ્યમાં કાયદો બનાવવા માટે પૂરતી છે.