ભારતને અત્યારસુધી 3 ગોલ્ડ, 5 સિલ્વર અને 7 બ્રોન્ઝ સહિત કુલ 15 મેડલ જીત્યા
બેડમિન્ટનમાં એક ગોલ્ડ સહિત 4 મેડલ; ડિસ્કસ થ્રોમાં સિલ્વર, તીરંદાજીમાં બ્રોન્ઝ
- Advertisement -
પેરિસ પેરાલિમ્પિકમાં 5માં દિવસે ભારતને બીજો ગોલ્ડ મેડલ મળ્યો છે. સુમિત એન્ટિલે પેરાલિમ્પિક રેકોર્ડ સાથે ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે 70.59 મીટરનો થ્રો કરીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તેમની પહેલા નીતિશ કુમારે બેડમિન્ટનમાં ગોલ્ડ જીત્યો હતો.
બેડમિન્ટનમાં ભારતે 4 મેડલ જીત્યા. નિતેશ બાદ સુહાસ યથિરાજે સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે મહિલાઓની સ્પર્ધામાં તુલાસીમાથી મુરુગેસને સિલ્વર મેડલ અને મનીષા રામદોસે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પહેલા યોગેશ કથુનિયાએ ડિસ્કસ થ્રોમાં સિલ્વર મેડલ જીત્યો હતો જ્યારે રાકેશ કુમાર અને શીતલ દેવીની જોડીએ તીરંદાજીમાં બ્રોન્ઝ જીત્યો હતો.
ભારતે પેરાલિમ્પિક્સમાં અત્યાર સુધીમાં 15 મેડલ જીત્યા છે , અત્યાર સુધીમાં ભારતે 3 ગોલ્ડ, 5 સિલ્વર અને 7 બ્રોેન્ઝ જીત્યા છે. આજે ભારત એથ્લેટિક્સમાં પણ મેડલ જીતી શકે છે. પેરા બેડમિન્ટન મિક્સ્ડ જઇં-6 ઈવેન્ટમાં, નિત્યા શ્રી સિવાન અને શિવરાજન સોલાઈમલાઈની ભારતની જોડી બ્રોન્ઝ મેડલ મેચ હારી ગઈ. હવે સિંગલ્સમાં નિત્યા શ્રી સિવાન ઇન્ડોનેશિયાની રીના મર્લિના સામે બ્રોન્ઝ મેડલ મેચ રમશે.
- Advertisement -
ટોક્યો પેરાલિમ્પિકમાં ભાલા ફેંકમાં સુવર્ણ જીતનાર સુમિત એંટીલે પણ પેરિસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે પેરાલિમ્પિક્સમાં પોતાનો જ રેકોર્ડ તોડ્યો અને બીજા પ્રયાસમાં 70.59 મીટરનું અંતર ફેંક્યું. ટોક્યોમાં તેણે 68.55 મીટરનું અંતર ફેંક્યું હતું. તેણે પહેલા જ પ્રયાસમાં 69.11 મીટરનો થ્રો કરીને આ પાર કર્યું હતું.