પ્રેમ પ્રકરણમાં મનદુ:ખ બાબતે ફાયરિંગ થયું હોવાની આશંકા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.1
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના લીરા ઉડાડતી ફાયરિંગની એક મહિનામાં ત્રીજી ઘટના પ્રકાશમાં આવી છે. અગાઉ સાયલા તાલુકાનાં સુદામડા ગામે ખનિજ માફીયાઓ દ્વારા અરજી કરેલ પરિવારના ઘર પર ફાયરિંગ કરાયું હતું જે બાદ હાલમાં જ ચોટીલા માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન દ્વારા સાવ સામાન્ય બાબતે ફાયરિંગ કરી પોતાની ગુંડાગર્દી દર્શાવી હતી ત્યારે વધુ એક લખતર તાલુકામાં ફાયરિંગમાં ઘટના પણ પ્રકાશમાં આવી છે અગાઉ બે ઘટનાઓમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ લખતરના ઢાંકી ખાતે થયેલ ગત રાત્રીના સાયે ફાયરિંગમાં નિર્દોષ કિશોરનું મોત થયું હોવાની વિગતો મળી હતી. જેમાં બનાવની જો વાત કરવામાં આવે તો લખતર તાલુકાના ઢાંકી ગામે પ્રાથમિક શાળા નજીક બાબુભાઈ નારાયણભાઈ ચું.કોળી તથા કરનભાઈ રમેશભાઈ ચું.કોળીના પારિવારિક માથાકુટ હોય જે અંગે કરનભાઈના મિત્ર અલીભાઈ નાથુભાઈ ડફેર દ્વારા આશરે બેઠી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યા હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે.
- Advertisement -
જ્યારે માથાકૂટમાં પોતાની પાસે રહેલા હથિયારથી અલીભાઈ ડફેર દ્વારા ફાયરિંગ કરતાં ક્રોસ ફાયરિંગમાં એક નિર્દોષ કિશોર સહિત બે લોકોને ઈજા પામી હતી જેમાં નિર્દોષ 12 વર્ષીય કિશોર નિકુલ સંજયભાઈ ડુંગરાણીયાનું મોત નીપજ્યું હતું જ્યારે બાબુભાઈ નારાયણભાઈ કોળીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જઈ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડાયા હતા આ તરફ પોલીસને ઘટનાની જાણ થતાં જ જીલ્લા પોલીસ વડા સહિત એલ.સી.બી તથા એસ.ઓ.જી સ્ટાફ તાત્કાલિક ઢાંકી ગામે દોડી જઈ ફાયરિંગ કરનાર તથા અન્ય શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.