બે વર્ષથી નાના બાળકો પર ખતરા વચ્ચે સીનીયર સીટીઝનને પણ વાયરસે જકડયા : આરોગ્ય તંત્રનું સુપરવિઝન
ભારતમાં મૂળ ચીનના HMPV વાયરસના કેસ વધવાના શરૂ થઇ ગયા છે. ગુજરાતમાં પણ હવે ત્રીજો HMPVનો કેસ નોંધાયો છે. આ પહેલાના બે કેસ બાળકોને થયા હોવાનું સામે આવ્યુ હતુ. જો કે પહેલી વાર કોઇ વૃદ્ધને HMPV વાયરસ થયાનું હોવાનું સામે આવ્યુ છે. અમદાવાદમાં 80 વર્ષીય વૃધ્ધનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દેશમાં આ ઉંમરના વૃધ્ધને ચેપ લાગ્યાનો પહેલો કેસ છે.
- Advertisement -
ગુજરાતમાં સૌ પ્રથમ અમદાવાદ અને બાદમાં સાબરકાંઠા જિલ્લામાં નાના બાળકોને HMPV વાયરસના કેસ સામે આવ્યા બાદ હવે એક વૃધ્ધને વાયરસ થયાનો કેસ સામે આવ્યો છે. આ કેસ અમદાવાદના વસ્ત્રાપુરમાં સામે આવ્યો છે. અત્યાર સુધી સૌથી વધુ નાના બાળકોમાં આ એચએમપીવી વાયરસ જોવા મળતો હતો, પરંતુ કદાચ આ પ્રથમ કેસ છે કે જ્યાં 80 વર્ષના વૃધ્ધને આ કેસ સામે આવ્યો છે.
વસ્ત્રાપુરમાં તેઓ રહે છે અને લાંબા સમયથી તેઓ અસ્થમાની બીમારીથી પીડાઈ રહ્યા હતા. એમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને નવમી તારીખે એમને સ્ટર્લિંગ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગની વિગતો પરથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વૃદ્ધની તબિયત હાલ સુધારા પર છે અને સતત એમનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય એમના પરિવારજનોનું પણ સતત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
નિષ્ણાંત તબીબો જણાવવામાં આવી રહ્યુ છે કે જે પ્રકારની તકેદારી કોવિડમાં દાખવી હતી, એ જ પ્રકારની તકેદારીની જરૂર આ પ્રકારના કેસમાં છે. આ સિવાય જેમની રોગપ્રતિકારક શક્તિ ખૂબ નબળી હોય એમને થઈ શકે છે અને એના જ કારણે આ વાયરસનો ચેપ સૌથી વધારે નાના બાળકોમાં જોવા મળે છે અને એમાં પણ એવા બાળકો કે જેમની ઉંમર બે વર્ષથી નાની હોય, પરંતુ આ 80 વર્ષના વૃધ્ધને જ્યારે આવ્યો છે. ત્યારે જરૂરથી એક ચિંતાની બાબત છે કારણ કે આ પ્રકારના કેસીસ જુદા જુદા સામે આવી રહ્યા છે અને એ પૈકીનો આ કેસ અમદાવાદમાં સામે આવ્યો છે કે જ્યાં 80 વર્ષના વૃધ્ધને એચએમપીવીનો વાયરસ લાગ્યો છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વૃધ્ધના પરિવારના સ્વાસ્થ્ય સહિતની તમામ બાબતો પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. વૃધ્ધની વિદેશ હિસ્ટ્રીના સંદર્ભમાં પણ તપાસ કરવામાં આવી રહી છે.