ભારતમાં સૌપ્રથમ ટ્રેન 16 એપ્રિલ, 1853ના દિવસે દોડી હતી
ભારતમાં પહેલીવાર ટ્રેન 16 એપ્રિલ 1853ના રોજ દોડી હતી. મુંબઈનાં બોરી બંદર અને થાણે વચ્ચે 34 કિલોમીટરનું પ્રથમ સફર કરવામાં આવ્યું હતું, આ બ્રિટિશ કાળ દરમિયાન દોડતી ટ્રેન પ્રથમ વખત સ્ટેશન પર આવી હતી. રેલ્વેનાં ઈતિહાસમાં ઘણાં રહસ્યો છે જેનાં વિશે બહુ ઓછા લોકો જાણે છે.
- Advertisement -
આવું જ એક રહસ્ય ભારતનાં પ્રથમ અને સૌથી જૂના રેલવે સ્ટેશન વિશે છે. તમને જાણીને નવાઈ લાગશે કે 172 વર્ષ પહેલાં બનેલું આ રેલવે સ્ટેશન આજે પણ સારી સ્થિતિમાં છે અને અહીંથી દરરોજ ઘણીબધી ટ્રેનો અને હજારો લોકો મુસાફરી કરે છે. ભારતીય રેલ્વેએ ગુલામ ભારતથી લઈને આઝાદ ભારત પણ જોયું છે. ભારતીય રેલ્વે સાથે જોડાયેલી ઘણી વાર્તાઓ છે. આવી જ એક વાર્તા ભારતનાં સૌથી જૂના રેલવે સ્ટેશન સાથે જોડાયેલી છે. એક અનોખો રેકોર્ડ ભારતનાં સૌથી જૂના રેલ્વે સ્ટેશનના નામે છે.
આ રેકોર્ડમાં તાજમહેલ પછી ભારતમાં સૌથી વધુ ફોટોગ્રાફ આ રેલવે સ્ટેશનના લેવામાં આવ્યાં છે. આ સ્ટેશનથી ઘણાં લોકો માત્ર મુસાફરી કરવા જ નથી આવતાં, મોટી સંખ્યામાં લોકો તેને જોવા માટે પણ આવે છે. ઘણાં લોકો આ સ્ટેશન પર માત્ર ફોટો પડાવવા માટે આવે છે.
6 લાખનાં ખર્ચે રેલ્વે સ્ટેશન બન્યું
વર્ષ 1853માં બનેલ આ રેલ્વે સ્ટેશનના નિર્માણમાં તે સમયે રૂ. 6 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તે 172 વર્ષ જૂનું છે, પરંતુ આજે પણ આ સ્ટેશન પરથી ઘણીબધી ટ્રેનો દોડે છે. આ સ્ટેશન પરથી દેશભરમાં ટ્રેનો દોડે છે. ભારતીય રેલ્વેનાં સૌથી જૂના રેલ્વે સ્ટેશને સ્ટીમ એન્જીનથી લઈને વંદે ભારત સુધી બધું જ જોયું છે. મુંબઈનું છત્રપતિ શિવાજી ટર્મિનસ દેશનું સૌથી જૂનું રેલવે સ્ટેશન છે.
- Advertisement -
આ રેલ્વે સ્ટેશન 172 વર્ષ જૂનું છે
172 વર્ષ પહેલાં 400 મુસાફરો સાથે 34 કિલોમીટર લાંબા રૂટ પર પ્રથમ ટ્રેન દોડી હતી. આ માર્ગ પર દેશનું પ્રથમ રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે. આજે પણ 172 વર્ષ પહેલાં બનેલાં આ રેલવે સ્ટેશન પરથી ટ્રેનો દોડે છે.
આ સ્ટેશનથી દેશનાં વિવિધ ભાગોમાં ટ્રેનો દોડે છે. ભારતમાં પ્રથમ રેલ્વે સ્ટેશન જ્યાં પ્રથમ વખત ટ્રેન દોડી હતી તેનું નામ બોરી બંદર હતું. મુંબઈમાં એક જગ્યાનું નામ બોરી બંદર છે, જેનાં નામ પરથી રેલવે સ્ટેશનનું નામ પણ રાખવામાં આવ્યું છે. આ સ્ટેશન, જે 1853 માં ખુલ્યું હતું, 1878માં ફરીથી બનાવવામાં આવ્યું હતું.
તેનું નામ બ્રિટનની રાણીનાં નામ પર વિક્ટોરિયા ટર્મિનસ રાખવામાં આવ્યું હતું. આઝાદી બાદ વર્ષ 1996 માં આ રેલ્વે સ્ટેશનનું નામ બદલીને છત્રપતિ શિવાજી રેલ્વે સ્ટેશન કરવામાં આવ્યું હતું. આ પછી, વર્ષ 2017 માં, ભારત સરકારે ફરીથી આ રેલ્વે સ્ટેશનનું નામ બદલીને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ કરી દીધું છે. આ રેલ્વે સ્ટેશનના નામે એક અનોખો રેકોર્ડ પણ છે. તાજમહેલ પછી ભારતમાં આ ઈમારતની સૌથી વધુ તસવીરો લેવામાં આવે છે. આ ઇમારત આર્કિટેક્ટ ફ્રેડરિક સ્ટીવન્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી. તે સમયે, તેનાં નિર્માણમાં 6 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેનો ઘણી વખત વિસ્તાર કરવામાં આવ્યો હતો. આ ભારતનું સૌથી જૂનું રેલ્વે સ્ટેશન છે.