APT એપ્લિકેશન, યુઝર એક્સપિરિયન્સ, ઝડપી સેવા,
કસ્ટમર ફ્રેન્ડલી ઇન્ટરફેસ પૂરા પાડવા તૈયારી
8 જુલાઇને મંગળવારથી પોસ્ટલની તમામ સેવા ડિજિટલ પ્લેટફોર્મ પર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
7 જુલાઈના રોજ રાજકોટ ડિવિઝનની તમામ પોસ્ટ ઓફિસ બંધ રહેશે કારણ કે હવે પોસ્ટ વિભાગ તેની તમામ પોસ્ટલ સેવાને ડિજિટલ પ્લેટફોર્મ પર શરૂ કરવા જઇ રહી છે. ડેટા માઈગ્રેશન અને નવી સિસ્ટમ કાર્યરત કરવા માટે એક દિવસ માટે પોસ્ટલ કામગીરી બંધ રહેશે. અઙઝ એપ્લિકેશન વધુ સારો યુઝર એક્સપિરિયન્સ, ઝડપી સેવા અને વધુ કસ્ટમર ફ્રેન્ડલી ઇન્ટરફેસ પૂરા પાડવા માટે તૈયાર કરી છે. રાજકોટ ટપાલ વિભાગના જણાવ્યા મુજબ, પોસ્ટ વિભાગ દ્વારા એડવાન્સ પોસ્ટલ ટેક્નોલોજી એપ્લિકેશન રોલ આઉટ કરવામાં આવી રહી છે અને આ નવી સિસ્ટમ રાજકોટ ડીવીઝન ખાતેની તમામ કચેરીઓમાં 8 જુલાઈથી એડવાન્સ પોસ્ટલ ટેક્નોલોજી એપ્લિકેશન સિસ્ટમ લાગુ થશે. પોસ્ટ વિભાગ દ્વારા ગ્રાહકોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ અગાઉથી પોતાના કામનું પ્લાનિંગ કરે અને સહકાર આપે. ગ્રાહકોને ખાતરી આપવામાં આવે છે કે આ સુવિધા દરેક નાગરિકને વધુ સક્ષમ બનાવશે.
7 જુલાઈએ કોઈપણ જાહેર લેવડ દેવડ થઇ શકશે નહીં
પોસ્ટ વિભાગ દ્વારા 7 જુલાઇને સોમવારના રોજ ડાઉન ટાઈમનો નિર્ણય લેવાયો છે. આ દિવસે રાજકોટ ડિવિઝનની તમામ પોસ્ટ ઓફિસ બંધ રહેશે. તેમજ આ દિવસે કોઈપણ જાહેર લેવડ દેવડ થઇ શકશે નહીં. ડેટા માઈગ્રેશન, સિસ્ટમ ચકાસણી અને કન્ફિગ્રેશન પ્રક્રિયા માટે જરૂરી છે. જેથી નવી સિસ્ટમ સરળ અને અસરકારક રીતે કાર્યરત થઇ શકે છે.