વિશ્વ હૃદય દિવસ : દર વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરવામાં આવે છે
51થી 60 વર્ષની વયજૂથમાં સૌથી વધુ 21.17 ટકા દર્દીઓ નોંધાયા
- Advertisement -
અમદાવાદ 84 હજારથી વધુ કેસ સાથે મોખરે, રાજકોટમાં 19,995 દર્દીઓ નોંધાયા
ગુજરાતમાં હૃદયરોગની સમસ્યા સતત ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. બદલાતી જીવનશૈલી, વધતો માનસિક તણાવ, અનિયમિત ખાણીપીણી અને શારીરિક પ્રવૃત્તિના અભાવ જેવા પરિબળો વચ્ચે હૃદયની બીમારીના દર્દીઓમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. દર વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ગુજરાતમાં વર્ષ 2023થી 2026 દરમિયાન હૃદયની સમસ્યાને કારણે 108 ઇમરજન્સી સેવાની મદદ લેનારા અંદાજે 3.04 લાખ દર્દીઓના આંકડા આરોગ્ય ક્ષેત્રે ચિંતાનો વિષય બન્યા છે. આ દર્દીઓમાં પુરુષોની સંખ્યા વધુ જોવા મળી છે, જ્યારે 51થી 60 વર્ષની વયજૂથના લોકો સૌથી વધુ અસરગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, બાળકો અને કિશોરોમાં પણ હૃદયની સમસ્યાના કેસ નોંધાવા આરોગ્ય જાગૃતિની આવશ્યકતા દર્શાવે છે.
વિશ્વ હૃદય દિવસે ગુજરાતમાં હૃદય રોગના કેસ ચિંતાજનક રીતે વધ્યા છે. 2023-2026 દરમિયાન 3.04 લાખ દર્દીઓ નોંધાયા, જેમાં 59.51% પુરુષો અને 43.22% મહિલાઓ છે. 51-60 વયજૂથના દર્દીઓ 21.17% છે. 108 ઇમરજન્સી સેવા મુજબ, અમદાવાદમાંથી સૌથી વધુ 84038 કેસ નોંધાયા છે. તણાવ અને બદલાયેલી જીવનશૈલીને કારણે આ રોગચાળો વધ્યો છે.
- Advertisement -
ગુજરાતમાં હૃદયની સમસ્યા ધરાવતા દર્દીઓનો ગ્રાફ સતત ઊંચે જઈ રહ્યો છે. વર્ષ 2023થી 2026 દરમિયાન હૃદયની સમસ્યાના કુલ 3.04 લાખ દર્દીઓ નોંધાયા છે, તેમાં 59.51 ટકા પુરુષ-43.22 ટકા મહિલાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ચાર વર્ષના આ સમયમાં હૃદયની સમસ્યાના 64495 એટલે કે 21.17 ટકા દર્દીઓ 51થી 60ની વયજૂથના હોવાનું સામે આવ્યું છે.
દર વર્ષે 29મી સપ્ટેમ્બરના રોજ ‘વિશ્વ હૃદય દિવસ’ તરીકે કરવામાં આવે છે. ઈમરજન્સી સેવા 108 પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર,2023થી 2026 દરમિયાન વયજૂથ પ્રમાણે જોવામાં આવે તો 61થી 70ની વયજૂથના 18.68 ટકા, 41થી 50ની વયના 18.20 ટકા, 31થી 40ની વયના 14.04 ટકા, 70થી વધુ વયના 12.72 ટકા, 21થી 30ની વયના 10.15 ટકા દર્દી હોવાનું સામે આવ્યું છે. બાળકો-કિશોરોમાં પણ હૃદયની સમસ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. 2023થી અત્યારસુધી 12225 દર્દીઓ એવા જોવા મળ્યા છે, જેમની ઉંમર 11થી 20 વર્ષ હતી. આ ઉપરાંત કુલ 416 નવજાત દર્દીઓમાં પણ હૃદયની સમસ્યા જોવા મળી છે.
કુલ 3.04 લાખ દર્દીઓમાંથી 1.72 લાખ પુરુષ, 1.31 લાખ મહિલા, 90 ટ્રાન્સજેન્ડરને હૃદયની સમસ્યાને કારણે 108ની મદદ લેવી પડી છે. 743 દર્દીઓ એવા નોંધાયા છે, જેમની જાતિ સ્પષ્ટ નહોતી. વર્ષ 2023થી 2026 દરમિયાન અમદાવાદમાંથી સૌથી વધુ 84038 દર્દી નોંધાયા છે. મતલબ કે, ગુજરાતમાં નોંધાતા દર્દીઓમાંથી 28 ટકા અમદાવાદમાંથી હોય છે. આ સિવાય સુરતમાંથી 23182, રાજકોટમાંથી 19995, ભાવનગરમાંથી 15999, વડોદરામાંથી 15130, જૂનાગઢમાંથી 11325, જામનગરમાંથી 11099, અમરેલીમાંથી 8419, ગાંધીનગરમાંથી 8367 જ્યારે કચ્છમાંથી 7224 દર્દી નોંધાયા છે. ડાંગમાંથી સૌથી ઓછા 0.61 ટકા દર્દી હોવાનું સામે આવ્યું છે.
કુલ 3.04 લાખ દર્દીઓમાંથી 1.72 લાખ પુરુષ, 1.31 લાખ મહિલા, 90 ટ્રાન્સજેન્ડરને હૃદયની સમસ્યાને કારણે 108ની મદદ લેવી પડી છે. 743 દર્દીઓ એવા નોંધાયા છે, જેમની જાતિ સ્પષ્ટ નહોતી. વર્ષ 2023થી 2026 દરમિયાન અમદાવાદમાંથી સૌથી વધુ 84038 દર્દી નોંધાયા છે. મતલબ કે, ગુજરાતમાં નોંધાતા દર્દીઓમાંથી 28 ટકા અમદાવાદમાંથી હોય છે. આ સિવાય સુરતમાંથી 23182, રાજકોટમાંથી 19995, ભાવનગરમાંથી 15999, વડોદરામાંથી 15130, જૂનાગઢમાંથી 11325, જામનગરમાંથી 11099, અમરેલીમાંથી 8419, ગાંધીનગરમાંથી 8367 જ્યારે કચ્છમાંથી 7224 દર્દી નોંધાયા છે. ડાંગમાંથી સૌથી ઓછા 0.61 ટકા દર્દી હોવાનું સામે આવ્યું છે.
ગર્ભાવસ્થા દરમિયાન હૃદયના વાલ્વ સંબંધિત તકલીફો
ડૉક્ટરોના મતે ગર્ભાવસ્થા દરમિયાન કરવામાં આવતી નિયમિત તબીબી તપાસ અનેક મહિલાઓમાં અગાઉ અજાણ રહી ગયેલી બીમારીઓનું સમસ્યાનું નિદાન કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. કેટલીક મહિલાઓમાં ગર્ભાવસ્થા દરમિયાન હૃદયના વાલ્વ સંબંધિત તકલીફો-હૃદયની માંસપેશી નબળી પડવાથી હૃદયનું રદ વધવાની સ્થિતિનું પણ નિદાન થાય છે તેમ જણાવતા ડૉ. લાલ ડાંગાએ ઉમેર્યું કે આવી તકલીફોનું સમયસર નિદાન-યોગ્ય સારવાર કરવામાં આવે તો કેટલાક કિસ્સામાં જીવન બચાવી શકાય છે. યોગ્ય સમયે નિદાન અને યોગ્ય સારવાર ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે.
સ્ટ્રેસના કારણે હૃદયની સમસ્યામાં વધારો નોંધાયો
ડૉક્ટરોના મતે લાંબા સમય સુધી તણાવ, હતાશા અથવા ગુસ્સો પણ બ્લડ પ્રેશર અને હાર્ટ રેટમાં વધારો કરી શકે છે. જેના પરિણામે સમયજતાં કા ર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ ઉપર દબાણ સર્જાય છે. હાલ હૃદયની સમસ્યાના દર્દીઓમાં વધારો નોંધાયો છે તેના માટે અઘટન જીવનશૈલી, મોડી રાત્રે ખાણી-પીણી, તણાવ જેવા પરિબળો જવાબદાર છે.
જિલ્લામાં હૃદયની બીમારીના કેસની સંખ્યા (2023થી 2026)
ક્રમ-જિલ્લો-2023-2024-2025-2026
1 અમદાવાદ-20,164-22,841-24,088-17,945
2 સુરત-4,981-6,108-6,920-5,173
3 વડોદરા-3,361-3,955-4,462-3,352
4 રાજકોટ-4,534-5,038-5,342-4,081
5 ભાવનગર-3,613-4,000-4,576-3,810
6 જૂનાગઢ-3,581-2,930-3,218-2,596
7 જામનગર-2,719-2,890-3,050-2,427
8 અમરેલી-1,798-2,125-2,452-2,044
9 ગાંધીનગર-1,860-2,124-2,437-1,946
10 કચ્છ-1,612-1,612-2,031-1,898
કુલ-67,866-77,296-87,748-71,088
જાતિ પ્રમાણે હૃદયની બીમારીના કેસ (2023થી 2026)
ક્રમ-જાતિ-2023-2024-2025-2026
1 મહિલા-26,666-34,146-39,125-31,718
2 પુરુષ-40,443-43,751-48,599-39,347
3 ટ્રાન્સજેન્ડર-28-18-21-21
4 માહિતી વિનાના-728-10-03 —




