બોલિવૂડનાં એક્ટર અને એક્શન હિરો અક્ષય કુમારનો આજે 54મો જન્મ દિવસ છે તેનાં જન્મ દિવસે તેની આવનારી ફિલ્મો અંગે વાત કરીએ.
વર્ષ 2021માં તેની સાત ફિલ્મો રિલીઝ થઇ રહી છે. કોરોના કાળમાં ‘બેલબોટમ’ બોક્સ ઓફિસ પર રિલીઝ કરવામાં આવી. ત્યારે હવે તેની સૂર્યવંશી, અતરંગી રે, રક્ષાબંધન, પૃથ્વીરાજ, રામસેતુ, ઓહ માય ગોડ 2, મિશન સિન્ડ્રેલા જેવી ફિલ્મો આવી રહી છે.
અક્ષય કુમારનો આજે 54મો જન્મદિવસ છે. નિર્માતાઓ અને ટ્રેન્ડ એનાલિસ્ટ મુજબ અક્ષય કુમાર આવનારી ફિલ્મો અને એડવર્ટાઝમેન્ટની વાત કરીએ તો 1500 કરોડ રૂપિયા અક્ષય કુમારનાં નામે દાવ પર છે. 2021માં તેની સાત ફિલ્મો આવી રહી છે. તેનાં હાથમાં કુલ 9 પ્રોજેક્ટ છે. જેમાં ખુબ બધી એડવર્ટાઇઝમેન્ટ અને એક વેબ સિરીઝ છે.
બોલિવૂડનાં હિટ મશીન માનવામાં આવતાં અક્ષય કુમાર સલમાન ખાન બીજો એવો એક્ટર છે જેની સૌથી વધુ ફિલ્મો 100 કરોડ ક્લબમાં શામેલ છે. અક્ષય કુમાર બોલિવૂડનાં સૌથી ડિપેન્ડેબલ એક્ટર પણ છે. 30 વર્ષનાં કરિઅરમાં તેણે 143 ફિલ્મો કરી છે. તેનો અર્થ તે વર્ષમાં ચારથી પાંચ ફિલ્મો કરે છે. સ્ટંટ બેઝ્ડ ‘ધ એન્ડ’ વેબ સીરીઝ 2022માં આ ફિલ્મ આવસે. એવી ચર્ચા છે કે, સીરીઝ માટે અક્ષયને 90 કરોડ ફી મળી છે.
- Advertisement -

અક્ષય કુમાર અને કેટરીના કૈફ સ્ટાર ‘સૂર્યવંશી’ ને બને દોઢ વર્ષથી વધુનો સમય થઇ ગયો છે. પણ લોકડાઉન અને કોરોના મહામારીને કારણે તેની રીલિઝ અટકી ગઇ છે. ફિલ્મનું ટ્રેલર ગત વર્ષે જ રિલીઝ થઇ ગયુ છે. પણ હજુ સુદી મેકર્સ તેની રિલીઝ માટે તૈયાર નથી.
અક્ષય કુમારની ‘પૃથ્વીરાજ’ પણ રિલીઝ માટે તૈયાર છે. કોરોના મહામારીને કારણે તેની રિલીઝ ડેટ પણ હજુ જાહેર કરવામાં આવી નથી. આ ફિલ્મથૂ વર્ષ 2017ની ‘મિસ વર્લ્ડ’ રહી ચુકેલી માનુષી છિલ્લર ડેબ્યૂ કરશે.
- Advertisement -

‘બચ્ચન પાંડે’નું પોસ્ટર અને એક્શન સિક્વન્સની તસવીરો ખુદ અક્ષય કુમારે શેર કરી છે. ફિલ્મમાં જેક્લીન ફર્નાન્ડિઝ અને કૃતિ સેનન લિડ રોલમાં છે. તેનું શૂટિંગ પૂર્ણ થઇ ગયુ છે. મેકર્સે તેની રિલીઝ ડેટની જાહેરાત કરી નથી.

‘અતરંગી રે’ની શૂટિંગ હાલમાં પૂર્ણ થઇ ગઇ છે. ફિલ્મમાં અક્ષય કુમારની સાથે સારા અલી ખાન અને ધનુષ પણ છે. મેકર્સની વચ્ચે તેને ઓટીટી અને થિએટર રિલીઝ અંગે સંશય છે.

અક્ષય કુમારે કોરોનાની બીજી લહેર બાદ નુસરત ભરુચાની સાથે ‘રામસેતુ’ની શૂટિંગ કરી હતી. ફિલ્મની શૂટિંગ અયોધ્યયામાં થઇ રહી છે. પણ અક્ષયને કોરોના થવાનાં કારણે શૂટિંગ વચ્ચે જ છોડી દેવું પડ્યું હતું.

અક્ષય કુમાર ફિલ્મ ‘રક્ષાબંધન’ની શૂટિંગ પણ કર રહ્યો હતો. ફિલ્મનું પહેલું શિડ્યૂલ પૂર્ણ થઇ ગયું છે. ફિલ્મમાં ભૂમિ પેડનેકર તેની સાથે લિડ રોલમાં છે.

વર્ષ 20212માં આવેલી ફિલ્મ ‘ઓહ માય ગોડ’ની સિક્વલ ‘ઓહ માય ગોડ 2’માં પણ અક્ષય કુમારની પાઇપલાઇનમાં છે. ફિલ્મનું શૂટિંગ હજું શરૂ થયું નતી.




