દિવસેને દિવસે રાજ્ય (Gujarat) માં સતત વધી રહેલી કમરતોડ મોંઘવારી લોકોને રડાવી રહી છે. ત્યારે એકવાર ફરી અદાણીએ સામાન્ય માણસને મોટો ઝટકો આપ્યો છે.
હજુ તો રાજ્યમાં 2 દિવસ પહેલાં જ અદાણી ગેસે CNGના ભાવમાં પ્રતિ કિલો 1.99 રૂપિયાનો વધારો ઝીંક્યો હતો. જેથી CNGનો ભાવ વધીને રૂપિયા 85.89 થઇ ગયો હતો. ત્યારે આજે એકવાર ફરી અદાણીએ CNGના ભાવમાં વધારો કર્યો છે. અદાણીએ CNGના ભાવમાં પ્રતિ કિલો રૂપિયા 1.49નો વધારો ઝીંક્યો છે. આથી, હવેથી અદાણી CNGનો નવો ભાવ વધીને 87.38 રૂપિયા થઇ ગયો છે. આમ, અદાણીએ છેલ્લા બે જ દિવસમાં રૂપિયા CNGના ભાવમાં રૂપિયા 3.48નો ભાવ વધારો કર્યો છે. આથી જનતાને હવે રોવાના દહાડા આવશે તેવું દેખાઇ રહ્યું છે.
- Advertisement -
મહત્વનું છે કે, દેશમાં સતત વધી રહેલી મોંઘવારીએ જનતાની કમર તોડી નાખી છે. રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ, CNG, રસોઈ ગેસ, શાકભાજી અને દૂધ સહિત ખાવા-પીવાની ચીજવસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આથી, મોંઘવારીથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. જીવન જરૂરિયાતની દરેક ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચતા લોકો મોંઘવારીથી ત્રાસી ગયા છે. ત્યારે અદાણી છેલ્લા 2 દિવસમાં CNGના ભાવમાં બે વખત ભાવવધારો કર્યો છે.
ગઇકાલે જ PNGમાં પણ રૂ. 89.60નો ભાવવધારો ઝીંકાયો હતો
આ સિવાય અદાણીએ હજુ તો ગઇકાલે જ PNGમાં પણ 89.60 રૂપિયાનો ભાવવધારો ઝીંક્યો હતો. જે ભાવ ગઇકાલથી લાગુ થઇ ગયો છે. અદાણી PNGનો નવો ભાવ 1.50 MMBTU સુધી વપરાશ પર રૂપિયા 1514.80 નવો ભાવ લાગુ થશે. 1.50 MMBTU કરતા વધુ વપરાશ પર 1542.80 રૂપિયા નવો ભાવ લાગુ પડશે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સતત વધી રહેલી મોંઘવારીથી સામાન્ય વર્ગના લોકો માટે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ જોવા મળી રહી છે. તમને જણાવી દઇએ કે, અદાણી ગ્રુપ દ્વારા હજુ તો 2જી ઓગસ્ટે જ CNG ગેસમાં પ્રતિ કિલોએ 1.99 રૂપિયાનો વધારો કરાયો હતો. ત્યારે માત્ર 2 જ દિવસમાં ફરીવાર અદાણીએ CNGના ભાવમાં રૂપિયા 1.49 નો ભાવવધારો કરતા સામાન્ય માણસને વધુ એક ફટકો પડ્યો છે. CNGનો આ નવો ભાવ આજથી જ લાગુ થશે.