સ્થાનિક ચર્ચા મુજબ શંકા છે કે, ફેક્ટરીમાં કાર્બન મોનોક્સાઇડ ગેસ લીક થયો હતો. જેના કારણે બે લોકોના મોત થયા હતા જ્યારે અન્ય એક ઇજાગ્રસ્ત થયો હતો.
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા નજીક ખરદાહમાં એક ફેક્ટરીમાંથી બુધવારે ગેસ લીક થવાથી બે કામદારોના મોત થયા હતા. પ્રાથમિક વિગતો મુજબ આ ઘટના ઉત્તર 24 પરગણા જિલ્લામાં બીટી રોડ સ્થિત ઇલેક્ટ્રોસ્ટીલ કાસ્ટિંગ્સ લિમિટેડ (ECL) ફેક્ટરીમાં બપોરે 12 વાગ્યાની આસપાસ બની હતી. બેરકપુર પોલીસ કમિશનર અજય ઠાકુરે વિસ્તારની મુલાકાત લીધા બાદ કહ્યું કે, એવી શંકા છે કે, ફેક્ટરીમાં કાર્બન મોનોક્સાઇડ ગેસ લીક થયો હતો. જેના કારણે બે લોકોના મોત થયા હતા જ્યારે અન્ય એક ઇજાગ્રસ્ત થયો હતો.
- Advertisement -
કોલકાતા નજીક ખરદાહના ઉત્તર 24 પરગણા જિલ્લાની એક ફેક્ટરીમાંથી ગેસ લીક થવાથી બે કામદારોના મોત થયા હતા. પોલીસે જણાવ્યું કે, મૃતકોની ઓળખ રણજીત સિંહ (30) અને સ્વપનદીપ મુખર્જી (41) તરીકે થઈ છે. અહેવાલો અનુસાર ગેસ લીકેજને કારણે એક કામદાર ફેક્ટરીમાં ફસાઈ ગયો હતો અન્ય એક કામદાર તેને બચાવવા ગયો હતો અને બંને બહાર નીકળી શક્યા ન હતા અને બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તેમની ઓળખ ફેક્ટરીના સુપરવાઈઝર સ્વપ્નદીપ મુખર્જી અને રણજીત સિંહ તરીકે થઈ છે. ત્યાં કામ કરતો અન્ય એક મજૂર પણ લીકેજને કારણે બીમાર પડ્યો છે. તેને સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
West Bengal | Two workers died and one hospitalised after gas leaked at an electro steel factory in Khardah, North 24 Parganas yesterday, confirmed SDO Barrackpore pic.twitter.com/58eKL4H76u
— ANI (@ANI) August 4, 2022
- Advertisement -
દુર્ગાપુર સ્ટીલ પ્લાન્ટ ફેક્ટરીમાં ત્રણના મોત
આ પહેલા પશ્ચિમ બંગાળમાં દુર્ગાપુર સ્ટીલ પ્લાન્ટ (ડીએસપી)ની સ્ટીલ મેલ્ટિંગ ફેક્ટરીમાં ગેસ લીક થવાને કારણે ત્રણ કામદારોના શ્વાસ રૂંધાવાથી મૃત્યુ થયા હતા. જ સાથે ચાર મજૂરો બેહોશ થઈ ગયા હતા જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં બપોરે મજૂરો પ્લાન્ટમાં કામ કરી રહ્યા હતા. આ દરમ્યાન પ્લાન્ટમાં કાર્બન મોનોક્સાઇડ લીક થયું હતું. જેના કારણે પ્લાન્ટમાં કામ કરી રહેલા 7 કામચલાઉ કામદારો બેભાન થઈ ગયા હતા. આ પછી મજૂરોના અન્ય સાથીદારો મજૂરોને હોસ્પિટલ લઈ ગયા. હોસ્પિટલ પહોંચ્યા બાદ ડોક્ટરોએ 3 મજૂરોને મૃત જાહેર કર્યા હતા.