રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર રીતે દવાખાનાઓ ખોલી બોગસ દસ્તાવેજો અને સર્ટીફીકેટ રાખી લોકોની જીંદગી સાથે છેડા કરતા બોગસ ડોક્ટરો સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે સુચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી પોલીસ ઇન્સપેક્ટર શ્રી એ.આર.ગોહીલ સાહેબના સીધા જ માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી સટાફ ના પો.હેડ કોન્સ જયવીરસિંહ રાણા તથા હિતેષભાઇ અગ્રાવત તથા ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા પો.કોન્સ રણજીતભાઇ ધાધલ એમ બધા સાથે જસદણ વિસ્તારમાં પેટ્રોલીંમાં હતા દરમ્યાન સયુ્ક્ત બાતમી આધારે હકિકત મળેલ કે દિપકભાઇ રવેયા રહે.જસદણ વાળો કોઇપણ ડોક્ટરી સર્ટી વગર ભડલી ગામે શિવમ્ ક્લીનીક નામે દવાખાનું ચલાવે છે.જે હકિકત વાળી જગ્યાએ રેઇડ કરી ગે.કા પ્રેક્ટીસ કરતા ડોક્ટરને પકડી પાડી જસદણ પો.સ્ટે ખાતે ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે
પકડાયેલ આરોપી
(૧) દિપકકુમાર હરીવલ્લભભાઇ રવયા જાતે.બ્રાહ્મણ ઉવ.૩૭
રહે.જસદણ આટકોટ રોડ સોલીટર સોસાયટી જી.રાજકોટ
કબ્જે કરેલ મુદા્માલ
ગ્લુકોઝના બાટલાઓ તથા ઇન્જેક્શન તથા સીરીજ જુદા-જુદા રોગોની એન્ટીબાયોટીક દવાઓ જેની કુલ કિંમત રૂ.૬૬૩૧/-
કામગીરીમાં રહેલ અધિકારી/કર્મચારી
એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.આર.ગોહીલ તથા પો.હેઙ.કોન્સ જયવિરસિહ રાણા તથા હિતેષભાઇ અગ્રાવત તથા ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા પો.કોન્સ રણજીતભાઇ ધાધલ રીપોર્ટ કરશન બામટા આટકોટ