સિમેન્ટના ટાંકામા છુપાવી દારૂ ઘૂસાડવાનો પ્લાન ફેઇલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.4
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસવડા ડો.ગીરીશ પંડયાએ આગામી લોકસભાની ચુંટણી અન્વયે જિલ્લામા દારૂ જુગારના કેસો કરવાની સૂચના આપતા એલસીબી પીઆઇ બી.એલ.રાયજાદાએ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી હાઇવે પર ખાસ પેટ્રોલીંગ હાથ ધર્યું હતું.
- Advertisement -
લીંબડી વિસ્તારમાં નેશનલ હાઇવે રોડ ઉપરથી એક દારૂ ભરેલો ટ્રક પસાર થવાનો હોવાની સ્ટાફને મળેલી ચોકકસ બાતમી આધારે રાજસ્થાન પસિંગનો કાર અટકાવી જડતી લેતા સિમેન્ટના ટાંકામાં ટ્રકમાં છુપાવીને લઈ જવાતો ઇંગ્લીશ દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસે પાસ પરમીટ વગરનો ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ ગ્રીન લેબલ દારૂની બોટલ 476, ઓફીસર ચોઇસ કલાસિકની 3780 બોટલ, વ્હાઇટ લેસ વોડકાની 6655 બોટલ , કીગફીશર સુપર સ્ટ્રોગ પ્રીમીયમ બીયરના 3509 ટીન મળી કુલ રૂ.25,01,240નો દારૂ તથા મોબાઇલ ફોન તથા ડ્રાઇવિંગ લાઇસન્સ તથા 12 લાખનો ટ્રક અને રોકડા 28,000 મળી કુલ કી.રૂ.37,39,240/- ના મુદામાલ સાથે રાજસ્થાનના બાડમેરના દાલુરામ ભુરારામ મેસારામ સીયાગ જાતે જાટ (ઉ.વ.33)ની ધર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.