કચ્છથી ભાગીને રાજકોટ આવેલા પ્રેમીપંખીડાનો પોલીસ સ્ટેશનમાં આપઘાતનો પ્રયાસ
નખત્રાણા પોલીસે ઈનપુટ આપતા યુનિવર્સિટી પોલીસે હોટલમાંથી ઝડપી લીધા હતા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.4
રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં સામૂહિક આપઘાતની ઘટના બનવા પામી છે કચ્છના પ્રેમી પંખીડાએ પોલીસ સ્ટેશનમાં ગળા ઉપર બ્લેડના ઘા ઝીકિ ડેટ યુવતીનું મોત નીપજ્યું હતું. જ્યારે યુવકને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે ઘરેથી ભાગીને આવ્યા બાદ રાજકોટમાં આશરો લેતા પોલીસે શોધી લેતા પરિવાર એક નહિ થવા દે તેવી બીકે આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લાના નખત્રાણાના મોટી વિરાણી ગામના રહેવાસી વિનોદ ગોપાલ સતવારા ઉ.વ.19 અને પૂજા રૂપા ભદ્ર ઉ.વ.23 ગત તારીખ 2 એપ્રિલના રોજ ઘરેથી નાસી છૂટ્યા હતા બંને વચ્ચે પ્રેમ સબંધ હતો. આ બનાવ અંગે 3 તારીખના રોજ નખત્રાણા પોલીસે ગુમનોંધ આધારે તપાસ શરૂ કરી હતી અને લોકેશન રાજકોટ હોવાનું માલુમ થતા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી જેના પગલે બન્નેને એજી ચોક નજીક આવેલ હોટલના એક રૂમમાંથી દબોચી લઈ રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા અને નખત્રાણા પોલીસને જાણ કરવામાં આવી હતી.
- Advertisement -
બન્ને પ્રેમી-પંખીડાંને પોલીસ સ્ટેશનની અંદર નાગરિક સુવિધા કેન્દ્ર ખાતે બેસાડવામાં આવ્યાં હતાં ત્યારે જ પ્રેમી-પંખીડાંએ અંદરથી દરવાજો બંધ કરી પોતપોતાના ગળામાં બ્લેડથી ઘા ઝીકિ આત્મહત્યાની કોશિશ કરી હતી દેકારો થતાં પોલીસ સ્ટાફ દોડી ગયો હતો રૂમમાં પ્રેમી પંખીડા લોહીલુહાણ હાલતમાં તરફડિયાં મારતા જોવા મળ્યા હતા જો કે લોહી વધુ વહી ગયું હોવાથી યુવતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે યુવકને ગંભીર હાલતમાં રીતે સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પોલીસે તેના પરિવારજનોને જાણ કરતાં તે પણ રાજકોટ દોડી આવ્યા હતા ડીસીપી સુધીર દેસાઇની રાહબરીમાં સ્ટાફે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.