– બર્ફીલી પહાડીઓમાં સૂર્યકિરણ પરિવર્તિત થઈ વધુ વિજળી પેદા કરે છે

– હાલ ઉર્જા સંકટનો સામનો કરતા યુરોપીય દેશો માટે આ સોલાર વિદ્યુત યંત્ર આશા કિરણ બન્યું

અહીં વાદળોની ઉપર એક સોલાર વીજળી યંત્ર (મશીન) બનાવવામાં આવ્યું છે, જે ઠંડીની ઋતુમાં પણ વિજળી પેદા કરવામાં સક્ષમ છે. સમુદ્રતળથી 7800 ફુટની ઉંચાઈ પર બનાવવામાં આવેલ આ યંત્ર ચારે બાજુથી બરફની પહાડીઓથી ઘેરાયેલું છે. આ પ્રોજેકટને અલ્પિન સોલાર નામ આપવામાં આવ્યું છે. ગત વર્ષે તેનું નિર્માણ પુરું થયું છે, હવે આ યંત્રને શરૂ કરી દેવાયું છે.

લાખો કિલોવોટ બની રહી છે વિજળી: સૌર ઉર્જા સંયંત્રની ચારે બાજુ બર્ફીલી પહાડીઓ હોવાના કારણે બરફથી પરિવર્તિત થઈને પણ સૌર પેનલોમાં સૂર્ય પ્રકાશ પડે છે. તેના કારણે વધુ પ્રમાણમાં વિજળી પેદા થઈ રહી છે. આ વિજળી સંયંત્ર દર કલાકે 33 લાખ કિલોવોટ વીજળી પેદા કરી શકે છે. આથી દેશમાં લગભગ 700 ઘરોમાં વીજ પુરવઠો પહોંચાડવામાં આવે છે.

સૌથી મોટું નવીનીકરણીય સંયંત્ર: લેક મટજે પર બનાવવામાં આવેલ આ સોલાર સંયંત્ર દેશનું સૌથી મોટું નવીકરણીય ઉર્જા સંયત્ર છે. તેને વાદળોની ઉપર એટલા માટે બનાવાયુ છે જેથી ઠંડીની ઋતુમાં સૂરજની કિરણ સોલાર પેનલો પર પડી શકે. સ્વીટઝર્લેન્ડની કંપની અકસપો તેનું સંચાલન કરી રહી છે.

ઉર્જા સંકટમાં આશા કિરણ: રશિયા સાથે સંબંધોમાં તનાવના કારણે પૂરું યુરોપ વીજળીની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. આ સ્થિતિમાં સ્વીટઝર્લેન્ડનું આ ઉર્જા સંયંત્ર અનેક યુરોપીય દેશો માટે આશા કિરણ બની શકે છે, હાલ તો અકસપોનું લક્ષ્ય અહીં 2030 સુધીમાં 42 હજાર પેનલ લગાવવાનું છે. કારણ કે તેનાથી દર વર્ષે લગભગ 1.2 ગીગાવોટ વીજળી પેદા કરાશે.