By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    3 days ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    3 days ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    4 days ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    4 days ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું
    13 hours ago
    મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત
    13 hours ago
    એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ
    13 hours ago
    ‘દુનિયાની કોઈપણ શક્તિ ભારતને દબાવી શકે નહીં’
    13 hours ago
    બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, બોર્ડર હવે BSFને હવાલે
    14 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL માં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો
    15 hours ago
    IPLમાં મહેસાણાના ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa
    15 hours ago
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    3 days ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    4 days ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    6 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    2 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    3 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: એક ચપટી એન્ટિમેટરનો વિસ્ફોટ આખા શહેરને ભસ્મ કરી દેશે, હિરોશિમા કરતાં ત્રણ ગણો વિનાશ સર્જાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > SCIENCE-TECHNOLOGY > એક ચપટી એન્ટિમેટરનો વિસ્ફોટ આખા શહેરને ભસ્મ કરી દેશે, હિરોશિમા કરતાં ત્રણ ગણો વિનાશ સર્જાશે
SCIENCE-TECHNOLOGY

એક ચપટી એન્ટિમેટરનો વિસ્ફોટ આખા શહેરને ભસ્મ કરી દેશે, હિરોશિમા કરતાં ત્રણ ગણો વિનાશ સર્જાશે

Khaskhabar Editor
Last updated: 2026/02/28 at 1:58 PM
Khaskhabar Editor 2 months ago
Share
6 Min Read
SHARE

એન્ટિમેટર એટલે કે પ્રતિદ્રવ્યની ફક્ત એક ચપટી આખા શહેરનો ક્ષણભરમાં નાશ કરી શકે એમ છે. વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ, 1 ગ્રામ પ્રતિદ્રવ્ય જો સામાન્ય દ્રવ્ય સાથે અથડાઈ જાય તો 43 કિલોટન TNT (Trinitrotoluene- ટ્રાયનાઈટ્રોટોલ્યુઈન) જેટલી ઊર્જા છૂટે છે. હિરોશિમા પર 1945માં ફેંકાયેલો અણુબોમ્બ 15 કિલોટનનો હતો. તેનો અર્થ એ કે એન્ટિમેટર દ્વારા થનારો વિસ્ફોટ હિરોશિમા કરતાં લગભગ ત્રણ ગણો વધુ તીવ્ર હશે અને લાખોનો જીવ લઈ લેશે. TNT એ એક અત્યંત શક્તિશાળી વિસ્ફોટક (Explosive) પદાર્થ છે. તેમાં વિસ્ફોટ થાય, ત્યારે ખૂબ જ ટૂંકા સમયમાં પુષ્કળ ગરમી અને દબાણ પેદા થાય છે. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો, 1 કિલોગ્રામ TNT ફાટવાથી લગભગ 4.184 થી 4.6 મેગાજ્યુલ (MJ) ઊર્જા મુક્ત થાય છે.

એન્ટિમેટર એટલે શું, તે કેવી રીતે કામ કરે છે?  

આપણું વિશ્વ ‘મેટર’ એટલે કે ‘પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન’થી બનેલું છે. એન્ટિમેટર (પ્રતિદ્રવ્ય) તેની બિલકુલ વિરુદ્ધ છે– જેમ કે ‘ઇલેક્ટ્રોન’નું પ્રતિરૂપ ‘પોઝિટ્રોન’ છે. 1928માં વિજ્ઞાની પોલ ડિરેકે તે આગાહી કરી, એ પછી 1932માં પોઝિટ્રોનની શોધ થઈ હતી. જ્યારે ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન બંને એકબીજા સાથે અથડાય છે ત્યારે તેઓ સંપૂર્ણ અદૃશ્ય થઈ જાય છે અને તેમનું સમગ્ર દળ શુદ્ધ ઊર્જામાં ફેરવાઈ જાય છે. અણુબોમ્બમાં માત્ર 0.1% દળની જ ઊર્જા બને છે, પણ અહીં તો 100% દળ E=mc² અનુસાર ઊર્જામાં રૂપાંતરિત થાય છે, જેને લીધે ખૂબ મોટો વિસ્ફોટ થાય છે. આ પ્રક્રિયામાં એન્ટિમેટરનો કોઈ અવશેષ રહેતો નથી.

- Advertisement -

1 ગ્રામ એન્ટિમેટરમાંથી કેટલી ઊર્જા મળે છે?  

1 ગ્રામ પ્રતિદ્રવ્ય અને 1 ગ્રામ સામાન્ય દ્રવ્ય મળીને કુલ 2 ગ્રામ દળ થાય છે. આટલું અમસ્તું દળ પણ  ઊર્જામાં ફેરવાય ત્યારે એમાંથી આશરે 1.8 × 10¹⁴ જુલ જેટલી ઊર્જા મળે છે, જે 43 કિલોટન TNT જેટલી થાય છે. હિરોશિમા બોમ્બની સરખામણીમાં આ 3 ગણી વધુ શક્તિ છે.

એન્ટિમેટરનો વિસ્ફોટ મહાનગરમાં થાય તો શું થાય?  

- Advertisement -

જો એન્ટિમેટરનો વિસ્ફોટ અમદાવાદ જેવા મહાનગરમાં થાય તો પહેલી જ ક્ષણમાં એક વિશાળ અગનગોળો 500થી 600 મીટર સુધીના વિસ્તારમાં ફેલાઈ જશે. એનું તાપમાન લાખો ડિગ્રી સેલ્સિયસ હશે, જેને લીધે લોખંડ અને કોંક્રીટ પણ પીગળી જશે. માણસો તો તરત જ વરાળ બનીને ગાયબ થઈ જશે. શોકવેવ 4 થી 5 કિલોમીટરના વિસ્તારમાં મકાનો અને વૃક્ષો સહિતનું બધું તોડી નાખશે. એ વિસ્તારની તમામ સંપત્તિ આગમાં ભસ્મ થઈ જશે.

વિનાશના વિવિધ તબક્કા  

વિસ્ફોટ જ્યાં થશે ત્યાંથી 2 કિલોમીટર સુધીના વિસ્તારમાં કંઈ બચશે નહીં. બધી ઇમારતો કાટમાળમાં ફેરવાઈ જશે, બધે આગ લાગશે, કોઈ જીવ બચી નહીં શકે. 2થી 6 કિલોમીટર વચ્ચેના મકાનો ધરાશાયી થઈ જશે, આગ લાગશે. લોકો ગંભીર રીતે દાઝી જશે. હાડકાં ભાંગી જશે. 6થી 15 કિલોમીટર વચ્ચેના વિસ્તારમાં કાચના ટુકડા ઉડશે. આંખો અને કાનને નુકસાન થશે અને હળવી ઇજાઓ થશે. અમદાવાદ જેવા વસ્તીની વધુ ઘનતાવાળા મહાનગરોમાં લાખો લોકો તરત મૃત્યુ પામશે. બીજા લાખો ગંભીર રીતે ઘાયલ થશે.

અણુબોમ્બ અને એન્ટિમેટર વિસ્ફોટ વચ્ચેનો તફાવત શું?  

અણુબોમ્બ ફાટે ત્યારે તાત્કાલિક વિનાશ તો થાય જ છે, પણ લાંબા ગાળે પણ વિનાશનું ચક્ર ચાલતું રહે છે. કિરણોત્સર્ગ ફેલાતાં હવા અને પાણી પ્રદૂષિત થાય છે અને એવા વિસ્તારમાં તાત્કાલિક બચાવ કરવા જનાર પણ કિરણોત્સર્ગનો ભોગ બને છે. જમીનમાં ઉતરી ગયેલા કિરણોત્સર્ગને લીધે વર્ષો સુધી જમીન પ્રદૂષિત રહે છે. ઉદાહરણ- ચેર્નોબિલ.

એન્ટિમેટરના વિસ્ફોટમાં કિરણોત્સર્ગ ફેલાતા નથી. એમાં ફક્ત તાત્કાલિક ગામા કિરણો અને અત્યંત ગરમી સર્જાય છે. જેને લીધે જમીન, પાણી અને હવા ઝેરી બનતાં નથી. તેથી અસરગ્રસ્ત વિસ્તારમાં બચાવ અને પુનઃનિર્માણ વધુ સરળ બની શકે છે.

વિસ્ફોટ પછીના પરિણામો  

એન્ટિમેટરનો વિસ્ફોટ થાય તો પહેલા 24 કલાકમાં આગને કાબૂમાં લાવવી લગભગ અશક્ય હશે અને હવાઈ મદદ પણ મુશ્કેલ બનશે. લાખો લોકો ઘર વિહોણા થઈ જશે, હોસ્પિટલો અને માળખાગત સુવિધાઓ નાશ પામશે અને વીજળી તેમજ પાણીનો પુરવઠો પૂર્ણપણે બંધ થઈ જશે. કાટમાળ સાફ કરવામાં અને ઘાયલોની સારવારમાં વર્ષો લાગશે. અર્થતંત્રને હજારો કરોડ રૂપિયાનું નુકસાન થશે. પુનઃસ્થાપનમાં દાયકાઓ લાગી શકે છે.

આ હથિયાર વૈશ્વિક જોખમ સર્જશે?  

આવું એક હથિયાર વિશ્વભરમાં આતંક ફેલાવી દેશે. કોઈ દેશ પોતાને સુરક્ષિત માની શકશે નહીં. સારી વાત એ છે કે તેમાં અણુબોમ્બ જેવું લાંબા ગાળાનું કિરણોત્સર્ગ નહીં હોય, જેથી પર્યાવરણ પરની અસર તુલનાત્મક રીતે ઓછી રહેશે.

એન્ટિમેટર બનાવવું કેટલું સરળ, કેટલું મુશ્કેલ?   

સ્વિટ્ઝર્લેન્ડના CERN (યુરોપિયન ઓર્ગેનાઈઝેશન ફોર ન્યુક્લિયર રિસર્ચ)ની એન્ટિમેટર લેબોરેટરીમાં વિજ્ઞાનીઓ પ્રતિ-હાઇડ્રોજન અણુઓ બનાવે છે. નવેમ્બર, 2025માં નવી કૂલિંગ તકનીકથી 7 કલાકમાં 15,000 અણુઓ બનાવવામાં આવ્યા હતા, જે પહેલાંના સમય કરતાં 8 ગણા વધુ ઝડપી છે. 2023-24માં કુલ 20 લાખથી વધુ અણુઓ ઉત્પન્ન થયા હતા. પરંતુ 1 ગ્રામ એન્ટિમેટર બનાવવા માટે આશરે 6 × 10²³ અણુઓ જોઈએ, જે અત્યારે અશક્ય છે. આટલી માત્રા બનાવવા માટે અનેક ટ્રિલિયન ડોલર અને હજારો વર્ષોનો સમય લાગી શકે છે. તેને સંગ્રહિત કરવું પણ અસંભવ છે, કેમકે તે કોઈપણ અન્ય પદાર્થને સ્પર્શે કે તરત જ વિસ્ફોટ થાય છે. તેને ચુંબકીય ક્ષેત્રમાં અત્યંત ઠંડા તાપમાને અને પરફેક્ટ વેક્યુમમાં જ રાખી શકાય છે. BASE પ્રયોગમાં અત્યારે માત્ર થોડા અણુઓને વર્ષો સુધી રાખી શકાય છે.

વિનાશ કરનારનું એન્ટિમેટર બનાવવું જ શું કામ જોઈએ?

એન્ટિમેટરનો શાંતિપૂર્ણ ઉપયોગ પણ શક્ય છે. તેનો ઉપયોગ અવકાશયાન માટે અત્યંત કાર્યક્ષમ ઇંધણ તરીકે અથવા કેન્સરની સારવારમાં PET સ્કેનમાં થઈ શકે છે. તે વિજ્ઞાનની અદ્ભુત સિદ્ધિ છે, પણ તેને હથિયારમાં ફેરવવાનું જોખમ માનવ સંસ્કૃતિ માટે ભયંકર પરિણામ લાવી શકે છે. અત્યારે તે સાવ નજીવી માત્રામાં ફક્ત પ્રયોગશાળાની અંદર જ સીમિત છે. ભવિષ્યમાં તેને નિયંત્રિત રીતે વાપરવાની જરૂર છે, જેથી તે માનવતાના કલ્યાણ માટે કામ કરે, વિનાશ માટે નહીં.

You Might Also Like

APK File Scam: એક નાની ભૂલથી ખાલી થઈ શકે છે તમારું બેંક એકાઉન્ટ, આ ભૂલ ન કરશો

દુનિયાને પ્રકૃતિ અને વન્ય જીવનનો પરિચય કરાવનારા ‘ઋષિ’ ડેવિડ એટનબરો, જાણો તેમની 100 વર્ષની સફર

અંતરિક્ષમાં રશિયાની રહસ્યમય ચાલ? માત્ર 10 ફૂટના અંતરે આવ્યા બે સેટેલાઇટ

હવે તમારી હરેક ક્લિકથી શીખશે AI: મેટાએ US કર્મચારીઓ માટે નાખ્યું ‘MCI’ સોફ્ટવેર

Instagram પર રીપોસ્ટિંગ કરો છો? નવા નિયમોને કારણે મળશે ઓછા વ્યૂઝ, જાણો કેમ…

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 1 માર્ચથી 5 મોટા ફેરફાર સીધા તમારા ખિસ્સા પર અસર કરશે, જાણો શું-શું બદલાઈ જશે
Next Article અમેરિકા અને ઈઝરાયલનો ઈરાન પર ભીષણ હુમલો, ઈરાનનો 70 મિસાઈલ સાથે વળતો પ્રહાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો
બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી
પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા
20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ
866 જર્જરિત મિલકતોને મનપાની નોટિસ, જોખમી બાંધકામો દૂર કરવા કડક આદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

SCIENCE-TECHNOLOGY

APK File Scam: એક નાની ભૂલથી ખાલી થઈ શકે છે તમારું બેંક એકાઉન્ટ, આ ભૂલ ન કરશો

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
SCIENCE-TECHNOLOGY

દુનિયાને પ્રકૃતિ અને વન્ય જીવનનો પરિચય કરાવનારા ‘ઋષિ’ ડેવિડ એટનબરો, જાણો તેમની 100 વર્ષની સફર

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
SCIENCE-TECHNOLOGY

અંતરિક્ષમાં રશિયાની રહસ્યમય ચાલ? માત્ર 10 ફૂટના અંતરે આવ્યા બે સેટેલાઇટ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?