ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ ખાતે વાઈબ્રન્ટ ગીર સોમનાથ કાર્યક્રમનું આયોજનમાં ડિસ્ટ્રીક્ટ વાઈબ્રન્ટ સમિટમાં હાથશાળ, બાગાયત, ઉદ્યોગ, ખેતીવાડી, એસબીઆઇ સહિતના 25 જેટલા સ્ટોલનુ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. આ સમીટ અંતર્ગત વેરાવળના મધ ઉછેર કરતા અને ગીર હની પ્રોડક્ટનું ઉત્પાદન કરતા ભાવીનભાઈ ખાંભલા દ્વારા નેચરલ એક હજાર મધની પેટીઓથી મધ ઉત્પાદન કરુ છુ. અલગ અલગ વિસ્તારમાં ખેડૂતો પોતાના ખેતરમા જીરુ, વરીયાળી, ફૂલો સહિતની ખેતી કરે છે ત્યાં મધની પેટીઓ રાખું છુ. જેના કારણે અજમા, ધાણા, વરીયાળી અને વિવિધ ફુલો સહિતના નેચરલ મધનુ ઉત્પાદન કરી શકું છું અને બે મહિને અંદાજે 1.5 ટનનું ઉત્પાદન મેળવું છું. આ મધ ઉછેર કરવા માટે મને સરકારશ્રી તરફથી ઘણી મદદ મળી છે.